Chandrayaan 2: શું ક્રેશ થઈ ગયુ છે વિક્રમ લેંડર? ઈસરોના વૈજ્ઞાનિકે આપ્યો જવાબ

ઈસરોના વૈજ્ઞાનિક દેવીપ્રસાદ કાર્નિકને પૂછવામાં આવ્યુ કે લેંડર વિક્રમનું શું થયુ, તે ક્યાં ખોવાઈ ગયુ અને શું વિક્રમ લેંડર ક્રેશ થઈ ગયુ છે? તેના જવાબમાં તેમણે આ કહ્યુ..

ચંદ્રથી માત્ર 2.1 કિલોમીટર દૂર પહોંચીને લેંડર 'વિક્રમ'નો ભારતીય સ્પેસ સેન્ટર સાથે સંપર્ક તૂટી ગયો. શરૂઆતના પોતાના બધા તબક્કાને સફળતાપૂર્વક પૂરા કર્યા બાદ બરાબર લેંડિંગની પહેલા લેંડર માર્ગ પરથી ભટકી ગયુ. ત્યારબાદ ઈસરો સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો. ચંદ્રયાન 2 મિશન માટે ઉત્સુક પીએમ મોદી પણ ઈસરો સેન્ટર પહોંચ્યા હતા પરંતુ અચાનક સંપર્ક તૂટ્યા બાદ આખા હૉલની અંદર નિરાશા છવાઈ ગઈ. ઘટના બાદ ઈસરોએ કહ્યુ છે કે તે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે.

શું વિક્રમ લેંડર ક્રેશ થઈ ગયુ છે?

શું વિક્રમ લેંડર ક્રેશ થઈ ગયુ છે?

બહુ આતુરતાથી સફળ લેંડિંગની રાહ જોઈ રહેલા લોકોને સમજમાં ન આવ્યુ કે આ અચાનક શું થયુ, જ્યારે આ વિશે ઈસરોના વૈજ્ઞાનિક દેવીપ્રસાદ કાર્નિકને પૂછવામાં આવ્યુ કે લેંડર વિક્રમનું શું થયુ, તે ક્યાં ખોવાઈ ગયુ અને શું વિક્રમ લેંડર ક્રેશ થઈ ગયુ છે?

વૈજ્ઞાનિક દેવીપ્રસાદ કાર્નિકનો આ હતો જવાબ

વૈજ્ઞાનિક દેવીપ્રસાદ કાર્નિકનો આ હતો જવાબ

આના પર વૈજ્ઞાનિક દેવીપ્રસાદ કાર્નિકે કહ્યુ કે, ‘ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યુ છે, આપણી પાસે અત્યાર સુધી કઈ રિઝલ્ટ નથી, આમાં સમય લાગશે, અમે અત્યારે કંઈ પણ પાક્કુ કહી શકીએ નહિ,' તમને જણાવી દઈએ કે લગભગ 48 દિવસ બાદ વિક્રમ લેંડરનો સંપર્ક ઈસરો સાથે તૂટ્યો છે.

ઈસરોના વૈજ્ઞાનિકો પર દેશને ગર્વ છેઃ પીએમ મોદી

ઈસરોના વૈજ્ઞાનિકો પર દેશને ગર્વ છેઃ પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઈસરો કંટ્રોલ સેન્ટરથી રાષ્ટ્રને સંબોધિત કર્યા. ઈસરોના વૈજ્ઞાનિકોનુ મનોબળ વધારીને પીએમ મોદીએ કહ્યુ, ‘તમે એ લોકો છો જે મા ભારતી માટે, તેમની જય માટે જીવો છો, તમે એ લોકો છો જે ભારતી માટે ઝઝૂમો છો, તમે એ લોકો છો જે મા ભારતી માટે જીવો છે. મા ભારતીનું શિશ ઉંચુ રહે તેના માટે તમારુ આખુ જીવન ખપાવી દો છો. આજે ભલે થોડી અડચણો મળી હોય પરંતુ આનાથી આપણુ મનોબળ નબળુ નહિ પડે પરંતુ વધુ મજબૂત થયુ છે. આજે આપણા માર્ગમાં ભલે એક અડચણ આવી હોય પરંતુ આનાથી આપણી મંઝિલના રસ્તા ડગશે નહિ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X