Chandrayaan 3 : ચંદ્રયાન 3ને ઉતરવામાં મદદ કરી રહ્યું છે ચંદ્રયાન 2, જાણો કેવી રીતે?
ભારતનું ચંદ્રયાદ 3 બહુ જલ્દી ચંદ્રની ધરતી પર પગ મુકીને ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ચંદ્રયાન તેના છેલ્લા પડાવમાં પહોંચી ચુક્યુ છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનું આ પહેલાનું ચંદ્રયાન 2 હાલના મિશન ચંદ્રયાન 3 ની મદદ કરી રહ્યું છે.
ચંદ્રયાન 2નું લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી રહ્યું હતું તે દરમિયાન તે ક્રેશ થયુ હતું. આ મિશન અસફળ રહ્યું પરંતુ તેણે ચંદ્રયાન-3માં વૈજ્ઞાનિકોને ઘણી મદદ કરી. ઈસરોએ પોતાની ભૂલોમાંથી શીખીને નવા મિશનમાં ઘણા ફેરફારો કર્યા છે.

ચંદ્રયાન-3 ના લેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સિવાય તેમાં વધારાનું ઈંધણ રખાયુ છે, જેથી ઈમરજન્સીમાં ઉપયોગ થઈ શકે. આ સિવાય સોલાર પેનલ ચંદ્રયાન-2 કરતા મોટી છે. તે વધુ વીજળી ઉત્પન્ન કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે પહેલા લેન્ડિંગ એક એન્જિનથી કરવામાં આવતું હતું પરંતુ હવે એન્જિનની સંખ્યા ડબલ કરી દેવાઈ છે.
આ સિવાય સોફ્ટ લેન્ડિંગ માટે ટચડાઉન મર્યાદા વધારવામાં આવી છે. ઈસરોના ચીફ સોમનાથના જણાવ્યા અનુસાર, છેલ્લી વખત ચંદ્રયાન 2 વધુ ઝડપને કારણે ક્રેશ થયું હતું પરંતુ હવે તેમાં ઘણા સુધારા કરાયા છે. આ વખતે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે 3 મીટર પ્રતિ સેકન્ડની ટચડાઉન સ્પીડમાં પણ વ્હીકલને નુકસાન ન થાય.
ચંદ્રયાન 2 માં લેન્ડિંગ સાઇટ 500mx500m રાખવામાં આવી હતી. જેના કારણે વાહનને ઉતરવામાં મુશ્કેલી પડી. આ વખતે તેને વધારીને 2.5 કિમી x 4 કિમી કરવામાં આવી છે. આ સ્થિતિમાં કટોકટીમાં તે જગ્યા બદલી શકે છે.
ISRO ચીફ અનુસાર, ચંદ્રયાન-2 ઓર્બિટર ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. તે ચંદ્રયાન-3 લેન્ડર સાથે કમ્યુનિકેશન માટે કામ કરશે. આમાંથી સિગ્નલ ગ્રાઉન્ડ સ્ટેશન પર પહોંચશે. આ સ્થિતિમાં તે મિશન માટે ખુબ મદદરૂપ સાબિત થશે.
તેમણે કહ્યું કે, નવી પદ્ધતિમાં દરેક વસ્તુનું પરિક્ષણ ભ્રમણકક્ષામાં જ કરી શકાશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં આવવાની અને તેને લેન્ડિંગ સાઈટ પર લઈ જવાની સમગ્ર પ્રક્રિયામાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
