Chandrayaan 3 : બીજા મૂન મિશન કરતા ચંદ્રયાન 3 કેટલુ અલગ? જાણો કેમ દુનિયાની નજર ભારત પર છે?
ફરી એક વખત અવકાશમાં પરચમ લહેરાવવા માટે ભારત તૈયાર છે અને ચંદ્રયાન 3 નું કાઉનડાઉન શરૂ થઈ ચુક્યુ છે. ભારતનું આ ચંદ્રયાન બીજા મુન મિશન કરતા ઘણુ અલગ છે અને જો ભારત સાઉથ પોલ પર ઉતરશે તો દુનિયામાં ભારતનો ડંકો વાગી જશે.
ગણતરીની મીનિટમાં ચંદ્રયાદ ચંદ્ર તરફ ઉડાન ભરશે. ચંદ્રયાનને ચંદ્ર પર મોકલવાનો ઈસરોનો આ ત્રીજો પ્રયાસ છે. ચંદ્રયાન 3 ને ચંદ્રયાન 2 મિશનનું ફોલોઅપ મિશન છે.

2019માં ભારત દ્વારા ચંદ્રયાન 2 ચંદ્ર પર મોકલવામાં આવ્યું ત્યારે માત્ર ભારત જ નહીં વિશ્વભરના લાખો લોકોની નજર ભારત પર હતી. ચંદ્રયાન 2નું પૃથ્વી પરથી સફળ પ્રક્ષેપણ થવા છતાં તે ચંદ્ર પર સફળ ઉતરાણ કરી શક્યું નહીં અને છેલ્લી મીનિટોમાં ક્રેશ થઈ ગયુ.
ચંદ્રયાદ 2 ફેલ થઈ જતા ઈસરોના તત્કાલીન ડાયરેક્ટર ડૉ. સીવન રોતા જોવા મળ્યા હતા. જો કે હવે આ ચંદ્રયાન 3 આગળના મિશન ચંદ્રયાન 2 કરતા ઘણુ અલગ છે અને વૈજ્ઞાનિકો આ વખતે કોઈ ચાન્સ લેવા માંગતા નથી.
વિક્રમના લેન્સ ફેરફાર કરાયા
ચંદ્રયાન 2 ની તુલનામાં ચંદ્રયાન 3 ના વિક્રમના લેન્સને વધુ મજબૂત બનાવાયો છે. જેથી તે ગયા વખત કરતા વધુ વેગ સાથે ઉતરાણ કરી શકે. લેન્ડરમાં ઘણા ફેરફારો અને સુધારા કરવામાં આવ્યા છે.
લેન્ડિગ સ્પીડમાં ફેરફાર કરાયા
ISROના ડાયરેક્ટર સોમનાથે જણાવ્યુ કે, અમે લેન્ડિંગ વેગ 2 મીટર પ્રતિ સેકન્ડથી વધારીને 3 મીટર પ્રતિ સેકન્ડ કર્યો છે. આનાથી લેન્ડરને 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પણ નુકસાન નહીં થાય અને અવકાશની સપાટી પર ઉતરતી વખતે તેના લેગ સલામત રહેશે.
આ ફેરફારથી શું ફાયદો થશે?
વૈજ્ઞાનિકોના મતે 2 મીટર પ્રતિ સેકન્ડની લેન્ડિંગ સ્પીડ આદર્શ અને સલામત છે અને હવે તેને વધારીને 3 મીટર પ્રતિ સેકન્ડ કરવામાં આવી છે. જો સ્થિતિ સારી ન હોય તો પણ લેન્ડરના કામમાં કોઈ અડચણ નહીં આવે અને તેનું કામ કરશે.
ફ્યુઅલ અને સેન્સરમાં ફેરફાર કરાયા
ચંદ્રયાન 3માં છેલ્લી વખતના અનુભવને આધારે ઈંધણ અને સેન્સરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વખતે લેસર ડોપ્લર વેલોસિટી મીટર નામનું નવું સેન્સર ઉમેરવામાં આવ્યું છે જે ચંદ્રની સપાટીનું વધુ સારી રીતે નિરિક્ષણ કરશે.
એન્જિન અને સોફ્ટવેર અપગ્રેડ કરાયા
ચંદ્રયાન 3 નું એન્જીન અને તેના સોફ્ટવેરને પણ અપડેટ કરાયા છે. આનાથી એન્જીન પ્રોબ્લેમ, થ્રસ્ટ બ્લોકેજ, સેન્સર ફેલ્યોર જેવી સમસ્યાઓથી બચી શકાશે. સોફ્ટવેરમાં સુધારા સાથે પાંચમું એન્જિન દૂર કરવામાં આવ્યું છે. આ તે એન્જિન હતું જે ચંદ્રયાન 2 લોસ્ટ મુવમેન્ટ વખતે ઉમેરાયુ હતુ.
પાંચમું એન્જિન કેમ દૂર કરાયું?
ડૉ.સોમનાથે જણાવ્યું કે, એક એન્જિનથી લેન્ડિંગ શક્ય નહોતું તેથી લેન્ડિંગ માટે ઓછામાં ઓછા બે એન્જિનનો ઉપયોગ કરવો પડ્યો. તેમણે કહ્યું કે લેન્ડર પહેલા પાંચ એન્જિન બરાબર હતા પરંતુ લગભગ 200 કિલો વજન વધી ગયું હતું. હવે સેન્ટ્રલ એન્જિન હટાવી દેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
