Chandrayaan 3 : આજ સુધી ચંદ્ર પર કેટલા મિશન પહોંચ્યા? જાણો ભારત માટે આ કેટલી મોટી સિદ્ધી હશે?
ભારતને તેના ચંદ્રયાન 3 મિશનને ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કરવા માટે સફળતા પુર્વક લોન્ચિંગ કરી દીધુ છે. તમામ સ્ટેજ બાદ વિક્રમ લેન્ડર પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યુ છે અને બહુ જલ્દી તેને ચંદ્ર તરફ રવાના કરાશે.
ભારત માટે ચંદ્ર સુધી પહોંચવામાં આ મોટો પડાવ છે ત્યારે એ જાણવુ જરૂરી છે કે આજ સુધી કોણ કોણ ચાંદ પર પહોંચ્યુ છે અને કેવી કેવી મુશ્કેલીઓ આવી? આજે આપણે ચંદ્ર સાથે જોડાયેલા તમામ મિશન વિશે જાણવાના છીએ.

ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતરતા જ ભારત આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. ભારત પહેલા અમેરિકા, ચીન અને રશિયાએ આ મિશનમાં સફળતા મેળવી છે. અમેરિકા, રશિયા અને ચીને તેના લેન્ડરને ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યુ છે. જણાવી દઈએ કે, ચંદ્ર પર ગયેલા ઘણા મિશનમાંથી ગણતરીના મિશન જ સફળ થયા છે.
અત્યાર સુધીમાં ચંદ્ર પર 110 મિશન ચંદ્ર પર મોકલવામાં આવ્યા છે અને તેમાંથી માત્ર 42 મિશન સફળ રહ્યા છે. ચંદ્ર પર 38 સોફ્ટ લેન્ડિંગ પ્રયાસો થયા અને તેમાંથી 52 ટકા જ સફળ રહ્યા છે. ભારત પહેલા અમેરિકા, ચીન, ભારત, જાપાન, ઈઝરાયેલને પણ આ મિશનમાં નિષ્ફળતા મળી છે.
MAJESTIC #Chandrayaan3 🇮🇳 pic.twitter.com/b5VKkfMzQX
— BALA (@erbmjha) July 14, 2023
અમેરિકાએ 1958થી 1972 સુધીમાં ચંદ્ર પર એક પછી એક 31 મિશન મોકલ્યા અને તેમાંથી 17 મિશન નિષ્ફળ રહ્યા. અમેરિકાને પણ માત્ર 45 ટકા મિશનમાં જ સફળતા મળી છે. બીજી તરફ રશિયાની વાત કરીએ તો રશિયાને માત્ર 21 ટકા મિશનમાં સફળતા મળી છે. રશિયાએ 33 પ્રયાસો કર્યા અને 26 વખત નિષ્ફળ રહ્યું.
અમેરિકાએ એપોલો મિશન હેઠળ ચંદ્ર પર પોતાનો ઉપગ્રહ મોકલ્યો અને તેને સફળતા મળી હતી. સોવિયેત યુનિયન એટલે કે રશિયાએ લુના મિશન હેઠળ ચંદ્ર પર ઉપગ્રહ મોકલ્યો હતો અને લુના-2 મિશન ચંદ્રની સપાટી પર પહોંચ્યું છે.
ચંદ્ર પરના પ્રથમ મિશનની વાત કરીએ તો અમેરિકાએ 17 ઓગસ્ટ, 1958ના રોજ તેનું આયોજન કર્યું હતું પરંતુ પ્રક્ષેપણ નિષ્ફળ ગયું હતું. 6 મિશન પછી 1969માં અમેરિકાએ ચંદ્ર પર મિશન અપોલો લેન્ડ કર્યું અને નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે.












Click it and Unblock the Notifications
