Chandrayaan 3 : ચંદ્રયાન 3 આ વસ્તુ શોધી લેશે તો પુરી દુનિયા ઈસરોના ચરણ પકડી લેશે, જાણો શું છે આ વસ્તુ?

ભારતે તેના પહેલા મુન મિશનથી દુનિયાને પોતાની કાબેલિયતનો પરચો આપી દીધો હતો. ભારતના પહેલા મુન મિશને ચંદ્ર પર પાણી હોવાના પુરાવા આપ્યા હતા. હવે ભારતનું ચંદ્રયાન 3 ચાંદની ધરતી પર ઉતરવા જઈ રહ્યું છે. જો આ ચંદ્રયાન ચાંદની ધરતી પર એક એવી વસ્તુની ખોજ કરી લેશે તો દુનિયા ઇસરોની કાયલ થઈ જશે.

ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર પુરી દુનિયાની નજર છે ત્યારે આ લેન્ડિંગ સફળ થતા જ ભારત ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનારો વિશ્વનો પહેલો દેશ બની જશે.આ જગ્યાએ આજસુધી સુધી કોએઈ જ્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. અહીં ચંદ્રયાન-3 જે પણ રાઝ ખોલશે તે નવા હશે.

Moons South Pole

ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાનનો સૌથી મોટો ટાર્ગેટ પાણી શોધવાનો છે. અહીં પાણી હોવાની સંભાવના જોવા મળી છે પરંતુ તેની ખાતરી હજુ સુધી થઈ નથી. જો ચંદ્રયાન-3 લેન્ડિંગ પછી પાણી હોવાના સમાચાર આપશે તો આ વાત ઈસરોને દુનિયામાં સૌથી ઉપર પહોંચાડી દેશે.

ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લગભગ 15 થી 20 મિનિટની પ્રકિયા બાદ લેન્ડ કરશે. સૌથી મોટી બાબત ચંદ્રના સાઉથ પોલ પર ભારતના ચંદ્રયાન-3નું લેન્ડિંગ છે. દુનિયા આ હિસ્સા વિશે કંઈ નથી જાણતી. આજ સુધી કોઈ દેશનું કોઈ રોવર ચંદ્રના આ ભાગમાં નથી પહોંચ્યું. રશિયા અને અમેરિકા જેવા દેશો ઘણા સમયથી અહીં સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આજ સુધી અહીં સુધી કોઈ પહોંચી શક્યું નથી.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકા જેવો જ છે. એટલે કે તે વિસ્તાર એકદમ ઠંડો છે. બીજી તરફ અમેરિકન સ્પેસ એજન્સી નાસાના એક રિપોર્ટ અનુસાર, ઓર્બિટર્સથી કરવામાં આવેલા પરીક્ષણોના આધારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફનો વિશાળ જથ્થો હોઈ શકે છે. ત્યાં બરફના પુરાવા મળે તો પાણી પણ મળી શકે. અને જો આમ થાય તો જીવનની શક્યતા પણ સર્જાઈ શકે છે. એટલા માટે ચંદ્રના આ ભાગનું મહત્વ સમગ્ર વિશ્વ માટે ઘણું વધારે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X