Chandrayaan-3 : ISRO ની યુટ્યુબ ચેનલે રેકોર્ડ તોડ્યો, ચંદ્રયાન લેન્ડિંગને સૌથી વધુ લોકોએ લાઈવ જોયુ
ભારતનું ચંદ્રયાન 3 સફળતાપુર્વક ચંદ્રની ધરતી પર ઉતરી ગયુ છે. આ સાથે જ ભારત ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનારો પહેલો અને ચાંદની ધરતી પર સોફ્ટ લેન્ડ કરનારો ચોથો દેશ બની ગયો છે. આ કદમ સાથે ઈસરોની યુટ્યુબ ચેનલે પણ નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.
ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ ભારતીય અવકાશ સફરનું ઐતિહાસિક કદમ છે. આ કદમ રાખતા જ ભારતે ઈતિહાસ રચી દીધો છે. દેશભરમાં ઉત્સવના માહોલ વચ્ચે ISROની YouTube ચેનલે વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી લાઇવ YouTube ચેનલ બનીને રેકોર્ડ પણ તોડ્યો છે.

જણાવી દઈએ કે, એક સમયે 80 લાખ લોકોએ ચંદ્રયાન-3નું લેન્ડિંગ ઈસરોની યુટ્યુબ ચેનલ પર એક સાથે જોયું હતું. આવી ઘટના કોઈ પણ યુટ્યુબ ચેનલ માટે પહેલી વખત બની છે.
જણાવી દઈએ કે, ચદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ચંદ્રના એક દિવસ અને પૃથ્વીના 14 દિવસ સુધી કામગીરી કરશે. હવે ચંદ્રયાન તેની કામગીરી શરૂ કરીને વૈજ્ઞાનિકોને ડેટા મોકલવાનું શરૂ કરશે. આ સાથે જ ચંદ્રના ઘણા રાઝ ઉજાગર થશે.












Click it and Unblock the Notifications
