Chandrayaan 3 : હવે શરૂ થશે સાચુ કામ, જાણો કેવી રીતે કામ કરશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર?

ભારતના ચંદ્રયાન 3 એ ચંદ્ર પહોંચતાની સાથે જ કામ કરવાનું શરૂ કરી દીધુ છે. ઈસરો અને વિક્રમ લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશન સ્થાપિત થતા જ લેન્ડરે લેન્ડિંગના ફોટો મોકલ્યા છે. હવે થોડા કલાકોમાં વિક્રમ લેન્ડરમાં રહેલુ પ્રજ્ઞાન રોવર બહાર આવીને કામગીરી શરૂ કરશે.

મોટી મુશ્કેલીઓ બાદ હવે ચંદ્રયાન 3ના સૌથી મહત્વના પડાવનો સમય આવી ગયો છે. હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ઘણી મહત્વની કામગીરી કરશે. વિક્રમ લેન્ડરમાંથી બહાર આવતા જ પ્રજ્ઞાન રોવર ભારતની હાજરીને ચંદ્રની ઘરતી પર અંકિત કરશે.

Pragyan Rover

જણાવી દઈએ કે, લેન્ડર અને રોવર દિવસના પ્રકાશમાં કામ કરશે. લેન્ડર અને રોવર પાસે સંશોધન માટે માત્ર 14 દિવસન સમય છે. ચંદ્ર પર એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. લેન્ડર અને રોવર બંને સૌર ઉર્જાથી ચાલે છે. આ કારણથી તેમણે માત્ર દિવસના અજવાળામાં જ તમામ ડેટા એકત્રિત કરશે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગના કારણે તેના ફરીથી રિચાર્જ થવાની શક્યતા ઓછી છે. ISROના વૈજ્ઞાનિકોને વિશ્વાસ ધરાવે છે કે પ્રજ્ઞાન અને વિક્રમ વધારાના એક ચંદ્ર દિવસ સુધી ટકી શકે છે. જો કે તે આવનારો સમય નક્કી કરશે.

લેન્ડર વિક્રમ જ સાચુ કામ કરશે પરંતુ લેન્ડર તેના લેન્ડિંગ સ્થળેથી આગળ વધી શકશે નહીં. આથી રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર વિવિધ ગતિવિધીઓ દ્વારા ડેટા એકત્રિત કરશે. રોવર આ ડેટાને લેન્ડરમાં ટ્રાન્સમિટ કરશે અને તે તેને પૃથ્વી પર મોકલશે.

ચંદ્ર પર ઉતર્યા પછી, વિક્રમ'થોડો સમય રાહ જોશે અને ધૂળ સ્થિર થવાની રાહ જોશે. લેન્ડિંગ દરમિયાન ધૂળનું મોટું વાદળ છવાયુ હતુ. ચંદ્રના ખૂબ જ નબળા ગુરુત્વાકર્ષણ બળને કારણે ધૂળ સ્થિર થતા સમય લાગશે.

આ પછી વિક્રમ લેન્ડરના દરવાજા ખુલશે અને રેમ્પ બિછાવશે. સિક્સ-વ્હીલર પ્રજ્ઞાન આ રેમ્પનો ઉપયોગ સપાટી પર ઉતરવા માટે કરશે. રોવરની સ્પીડ પણ કંટ્રોલ કરવામાં આવશે જેથી તે ગબડે નહીં. પ્રજ્ઞાન 1 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે નીચે ઉતરશે અને નેવિગેશન કેમેરાની મદદથી આગળની મુસાફરી માટે સ્થળ નક્કી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X