Chandrayaan 3: ચંદ્ર પર નિદ્રા મગ્ન વિક્રમ-પ્રજ્ઞાનનું હવે શું થશે?
ઈસરોના મૂન મિશન ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન અને વિક્રમને લઈ હવે કેટલી આશા રાખવી જોઈએ અને કેટલી નહિં, તેને લઈ તાજા માહિતી સામે આવી છે. ઈસરોનું મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન 3 અત્યારે ચંદ્રમા પર નિષ્ક્રિય અવસ્થામાં છે. મિશન ચંદ્રયાન 3ને હંમેશા માટે સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 23 ઓગષ્ટના રોજ ચંદ્રયાન 3ને ચાંદાની સપાટી પર ઉતારવામાં આવ્યું હતું અને તેના રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમે અનેક પ્રયોગો કર્યા. અત્યારે બંને જ સ્લીપ મોડમાં છે. ઈસરો પ્રમુખ એસ સોમનાથનું કહેવું છે કે જ્યાં સુધી મૂન મિશન પૂર્મ ના થાય, ચંદ્રયાન-3 પૃથ્વી પર ક્યારેય પાછું નહીં ફરે અને હંમેશા ચંદ્રમાની સપાટી પર જ રહેશે.
ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને નિષ્ક્રિય તો કરી દેવામાં આવ્યાં છે પરંતુ ચંદ્ર પર હવે તેમની સામે સૌથી મોટી ખતરો સૂક્ષ્મ ઉલ્કાપિંડ પ્રભાવોનો છે, જે ચાંદાની સપાટી પર બોમ્બમારો કરતા રહેતા હોય છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રોવર પ્રજ્ઞાન અને વિક્રમ લેન્ડર બંને માઇક્રોમીટરોઈડ્સથી પ્રભાવિત થઇ શકે છે, જે ચંદ્રની સપાટી પર બોમ્બમારો કરતા રહેતા હોય છે. તેમણે કહ્યું કે આ અંગે ઈસરો પણ જાણે છે, કેમ કે ભૂતકાળમાં પણ અન્ય મિશનોએ આવાં પ્રકારના નુકસાન ઉઠાવવા પડ્યાં હતાં, જેમમાં અપોલો અંતરિક્ષ યાન પણ સામેલ હતું જે ચંદ્રમાની સપાટી પર રહી ગયું હતું.
રિપોર્ટમાં મણિપાલ સેંટર ફૉર નેચર સાઈંસેજના પ્રફોસર અને ડાયરેક્ટર ડૉ. પી. શ્રીકુમારના હવાલેથી જણાવવામાં આવ્યું કે ચંદ્ર પર વાતાવરણ કે ઓક્સિજન ન હોવાથી અવકાશયાનના વિનાશનું કોઈ જોખમ નથી. પરંતુ સૂક્ષ્મ ઉલ્કાપિંડનો પ્રભાવ યાનને નુકસાન પહોંચાડી શકે છે.
ચંદ્રયાન 3 પર ઈસરો પ્રમુખે અપડેટ આપી
ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથનું કહેવું છે કે ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે, પરંતુ છતાં તે ફરીથી સક્રિય થઇ શકે તેવી સંભાવનાને નકારી ના શકાય. સોમનાથે કહ્યું કે અંતરિક્ષ એજન્સી જાણે છે કે રોવર અને લેન્ડર નિષ્ક્રિય અવસ્થામાં છે. ચંદ્રયાન 3 મિશનનો ઉદ્દેશ્ય સૉફ્ટ લેન્ડિંગ હતો અને તે પછી 14 દિવસ સુધી પ્રયોગ કરવામાં આવ્યા અને બધા જરૂરી આંકડાઓ એકત્રિત કરી લેવામાં આવ્યા છે.
એસ સોમનાથે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, હવે તે ત્યાં શાંતિથી ઉંઘી રહ્યાં છે... તેને સારી રીતે ઉંઘવા દો.. આપણે એને પરેશાન નહીં કરીએ... જ્યારે એ આપમેળે ઉઠવા માંગશે ત્યારે ઉઠી જશે... અત્યારે એના વિશે હું આટલું જ કહેવા માંગું છું.












Click it and Unblock the Notifications
