Chandrayaan 3 : ચંદ્રના સફર માટે રવાના થયું ચંદ્રયાન 3, 41 દિવસ બાદ ચંદ્ર પર કરશે લેન્ડિંગ
Chandrayaan 3: ભારત માટે આજે મહત્વપૂર્ણ દિવસ છે. ભારતે ઇતિહાસ રચ્યો છે. આજે ISRO એ ચંદ્રયાનના ત્રીજા મિશન ચંદ્રયાન 3 લોન્ચ કરી લીધુ છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન 3ને લોન્ચ કર્યો છે. ISROના ફેટ બોય તરીકે ઓળખાતા GSLV માર્ક 3 રોકેટ ચંદ્રયાનને અવકાશમાં લઇને જઇ રહ્યું છે.
ચંદ્રયાન-3 આજથી બરાબર 41 દિવસ બાદ 24 અને 25 ઓગસ્ટની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરશે, પહેલા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અને પછી ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે.

ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ સાથે ચંદ્ર પર જઈ રહ્યું છે. તેનું કુલ વજન લગભગ 3,900 કિગ્રા છે. ISROના વડા એસ સોમનાથ શ્રીહરિકોટામાં ચંદ્રયાન-3 ચંદ્ર મિશનના પ્રક્ષેપણનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.
ભારતના ચંદ્રયાન-3 પર સમગ્ર વિશ્વની નજર - ભારતીય વૈજ્ઞાનિકોના આ મિશન પર સમગ્ર વિશ્વની નજર છે. ચંદ્રની સપાટી પર ઉતરવાનો ભારતીય વૈજ્ઞાનિકોનો આ બીજો પ્રયાસ છે. જો ભારત ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવામાં સફળ થાય છે, તો તે આ સફળતા હાંસલ કરનારા અમેરિકા, રશિયા અને ચીન બાદ વિશ્વનો ચોથો દેશ બની જશે.
ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો પ્રથમ દેશ પણ બનશે. આ એ જ વિસ્તાર છે, જ્યાં ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી થોડે દૂર ક્રેશ થયું હતું. તેથી જ આજે સમગ્ર વિશ્વની નજર આપણા પર ટકેલી છે.
ચંદ્રયાન-3 પણ ક્રેશ લેન્ડિંગ માટે તૈયાર - આ વખતે ISRO ના વૈજ્ઞાનિકોએ અગાઉના ક્રેશ લેન્ડિંગમાંથી બોધપાઠ લઈને ઘણા ફેરફારો કર્યા છે. લેન્ડરમાં અનેક રીતે નવા સેન્સર લગાવવામાં આવ્યા છે. તેનું વજન પણ લગભગ 250 કિલો છે. લેન્ડરના પગ પહેલા કરતા વધુ મજબૂત છે. એટલા માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ભારત ચંદ્રની સપાટી પર ત્રિરંગો ફરકાવવામાં ચોક્કસપણે સફળ થશે.
ચંદ્રયાન-3ને ચંદ્ર પર લઈ જતું બાહુબલી રોકેટ - ચંદ્રયાન-3ને અવકાશમાં લઈ જવા માટે અપગ્રેડેડ બાહુબલી રોકેટ એટલે કે લોન્ચ વ્હીકલ માર્ક-3નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રક્ષેપણના માત્ર 17 મિનિટની અંદર, ચંદ્રયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી જશે, જ્યાંથી તે પૃથ્વીની પરિક્રમા કરશે અને ચંદ્ર તરફ પ્રયાણ કરશે. ત્યાંથી તેની પરીક્ષા શરૂ થશે. જે બાદ સૌથી મોટી પરીક્ષા 24 ઓગસ્ટની રાત્રે જ્યારે તે ચંદ્ર પર ઉતરશે ત્યારે થશે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
