Chandrayaan 3 : એક ટ્રક ડ્રાઇવરનો પુત્ર બન્યો ISROમાં વૈજ્ઞાનિક, 7 વર્ષથી કરી રહ્યો છે સેવા

Chandrayaan 3 : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આજે બપોરે 2 કલાક અને 35 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ઘવન અંતરિક્ષ સ્ટેશનથી ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવશે. ISRO ચંદ્રયાન 3 ના પ્રક્ષેપણ સાથે ફરીથી ઇતિહાસ રચવા માટે તૈયાર છે.

રાંચીના વૈજ્ઞાનિક સોહન યાદવ પણ ચંદ્રયાન-3 મિશન સાથે જોડાયેલા છે. સોહન યાદવ છેલ્લા 7 વર્ષથી ISRO માં વૈજ્ઞાનિક છે અને તે ટોરપાના ટપકરા ગામનો રહેવાસી છે. તેના પિતા ટ્રક ડ્રાઈવર છે.

Chandrayaan 3

સોહન યાદવ ચંદ્રયાન-3 મિશનમાં ઓર્બિટર ઈન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ટીમમાં સામેલ છે. સોહન મિશન ગગનયાન સાથે પણ જોડાયેલો છે. સોહને લગભગ 15 દિવસ પહેલા તેમની માતા દેવકી દેવી અને ભાઈ ગગન સાથે વાત કરી હતી. આ દરમિયાન સોહને જણાવ્યું હતું કે, તે ચંદ્રયાન-3 લોન્ચિંગને લઈને ઉત્સાહિત છે.

સોહને તેમની માતાને ફોન પર જણાવ્યું હતું કે, મિશન પૂરું થયા પછી જ તે તેમની સાથે વાત કરી શકશે. સોહનની સાથે તેમના પરિવારના સભ્યો પણ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણને લઈને ઉત્સાહિત છે.

કોણ છે સોહન યાદવ? - સોહન યાદવના પિતાનું નામ ઘુરા યાદવ છે, જેઓ ટ્રક ડ્રાઈવર છે. સોહને તેમનો પ્રારંભિક અભ્યાસ ટપકારા જેવા નાના ગામમાંથી કર્યો હતો. માતા કહે છે કે, સોહન બાળપણથી જ ખૂબ જ આશાસ્પદ અને તેજસ્વી બાળક હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ટપકારાના શિશુ મંદિરમાં મેળવ્યું અને ધોરણ 10 સુધીનું શિક્ષણ સરકારી શાળામાંથી મેળવ્યું હતું.

દસમા ધોરણ બાદ સોહન યાદવે જવાહર નવોદય વિદ્યાલય મેસરા, ડીએવી બરિયાતુમાં 12માં અભ્યાસ શરૂ કર્યો હતો. જ્યાં તેમને હોસ્ટેલ અને શિક્ષણનો ખર્ચ કાઢવામાં ઘણી તકલીફ પડી હતી. એક મહિનામાં પિતા ભાગ્યે જ 6 થી 7 હજાર રૂપિયા કમાઈ શકતા હતા.

જેમાં અભ્યાસ અને પરિવાર બંને ચલાવવું પડતું હતું. આ પછી સોહન યાદવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કેરળમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. જે બાદ તેઓ 2016માં ISROમાં જોડાયા હતા. સોહન છેલ્લા સાત વર્ષથી ISROમાં વૈજ્ઞાનિક છે.

ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય શું છે? - ચંદ્રયાન-3 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય લેન્ડર અને રોવરને તેની સપાટી પર પહોંચાડીને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ હાંસલ કરવાની ક્ષમતા દર્શાવવાનો છે.

LVM-3 શું છે અને મિશનમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? - LVM-3, અથવા લોંચ વ્હીકલ માર્ક-III (LVM-3), ISRO દ્વારા વિકસિત ત્રણ તબક્કાનું મધ્યમ-લિફ્ટ લોન્ચ વ્હીકલ છે. તે ISROના શસ્ત્રાગારમાં સૌથી શક્તિશાળી રોકેટ છે અને ચંદ્રયાન-3 મિશન માટે પ્રક્ષેપણ વાહન તરીકે સેવા આપે છે. 43.5 મીટરની ઊંચાઈ અને 4 મીટરના વ્યાસ સાથે, તે 640 ટનનું લિફ્ટ-ઓફ માસ ધરાવે છે.

LVM-3 ની પેલોડ ક્ષમતા કેટલી છે? - LVM-3 નીચી-પૃથ્વી ભ્રમણકક્ષામાં 8,000 કિલોગ્રામ સુધીના પેલોડ અને લગભગ 4,000 કિલોગ્રામ જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X