ચંદ્રયાન 3ની સફળતા પર સોનિયા ગાંધીએ ઈસરો પ્રમુખને લખ્યો પત્ર, કહ્યુ - આ શાનદાર ઉપલબ્ધિથી અમે ખૂબ જ રોમાંચિત
Sonia Gandhi ISRO Chandrayaan-3: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ પર ઈસરોને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્ર લખીને ઈસરોના વડા સોમનાથને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે લખ્યુ કે તમને એ જણાવવા માટે કે ઈસરોની શાનદાર ઉપલબ્ધિ પર કાલે સાંજે અમે ખૂબ રોમાંચિત હતા. તમામ ભારતીયો, ખાસ કરીને યુવા પેઢી માટે આ ખૂબ જ ગર્વ અને ઉત્સાહની વાત છે.

ઈસરોએ દાયકાઓમાં અદભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે. ઈસરોની ક્ષમતાઓમાં ઘણો વિકાસ થયો છે. તેમની પાસે ઘણા જાણીતા વૈજ્ઞાનિકો છે. સામૂહિક પ્રયાસની ભાવનાએ તેને હંમેશા પ્રેરણા આપી છે. તે સાઠના દાયકાની શરૂઆતથી જ આત્મનિર્ભરતા પર આધારિત છે. જેણે તેની મોટી સફળતામાં ફાળો આપ્યો છે. હું સમગ્ર ISRO અને તેમની ટીમને મારી શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi writes to ISRO chief S Somanath on Chandrayaan-3 success pic.twitter.com/kwYyAD6ovW
— ANI (@ANI) August 24, 2023












Click it and Unblock the Notifications
