Chandrayaan-3: આજે સાંજે ઐતિહાસિક સૉફ્ટ લેંડિંગ, વિક્રમ આ રીતે લુનર લેંડિંગની જગ્યા કરશે નક્કી

Chandrayaan-3: ભારતનુ મોસ્ટ અવેઈટેડ મૂન મિશન ચંદ્રયાન 3 આજે બુધવારે સાંજે ઐતિહાસિક લેંડિંગ કરવા જઈ રહ્યુ છે. સમગ્ર વિશ્વની નજર આ લેંડિંગ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સાઉથ આફ્રિકાથી આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેશે.

ઈસરોના જણાવ્યા મુજબ વિક્રમનુ લેંડિંગ બુધવારે 23 ઓગસ્ટે સાંજે 5.45 વાગે શરુ થશે અને જો બધુ બરાબર રહ્યુ તો વિક્રમ 6 વાગીને 4 મિનિટે સફળ સૉફ્ટ લેંડિંગ કરી દેશે.

Chandrayaan-3

જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે ત્યારે તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડની આસપાસ હશે. પરંતુ હોરીઝોન્ટલ સ્પીડ 0.5 મીટર પ્રતિ સેકન્ડ હશે. વિક્રમ લેન્ડર 12 ડિગ્રીના ઢાળ પર ઉતરી શકે છે. આ તમામ સાધનો વિક્રમ લેન્ડરને આ ગતિ, દિશા અને સપાટ જમીન શોધવામાં મદદ કરશે. આ તમામ સાધનો લેન્ડિંગના લગભગ 500 મીટર પહેલા એક્ટિવેટ થઈ જશે.

આ પછી વિક્રમ લેન્ડરમાં ફીટ કરાયેલા ચાર પેલોડ કામ કરવાનું શરૂ કરશે. RAMBHA ચંદ્રની સપાટી પર સૂર્યમાંથી આવતા પ્લાઝ્મા કણોની ઘનતા, જથ્થા અને વિવિધતાની તપાસ કરશે. ChaSTE ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. ILSA લેન્ડિંગ સ્થળની આસપાસ ભૂકંપીય ગતિવિધિઓ તપાસ કરશે. લેસર રેટ્રોરેફ્લેક્ટર એરે ચંદ્રની ડાયનેમિક્સને સમજવાનો પ્રયત્ન કરશે.

સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ દ્વારા LHDAC કૅમેરા ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને સુરક્ષિત રીતે કેવી રીતે લેન્ડ કરી શકાય તે હેતુથી બનાવવામાં આવ્યો છે. વળી, કેટલાક વધુ પેલોડ્સ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC), લેસર અલ્ટીમીટર (LASA), લેસર ડોપ્લર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) લેન્ડિંગ સમયે મદદ કરશે. જેથી લેન્ડરને સુરક્ષિત સપાટી પર લેન્ડ કરી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X