Chandrayaan 3 : અહીં લાઈવ જુઓ ચંદ્રયાન 3નું લોન્ચિંગ, ઈસરોએ લોકોને આમંત્રણ આપ્યુ

ભારતે વધુ એક વખત અવકાશમાં પોતાને મજબુત કરવાની તૈયારી કરી લીધી છે. ભારતનું ચંદ્રયાન 3 લોંચ માટે તૈયાર છે અને 14 જુલાઈએ શ્રીહરિકોટાથી ચંદ્ર તરફ ઉડાન ભરશે. આ ઉડાનના સાક્ષી બનવા માટે ઈસરોએ લોકોને આમંત્રણ આપ્યુ છે. તમે પણ તેને લાઈવ જોઈ શકો છો.

જો તમે પણ દેશના આ ઐતિહાસિક લોન્ચના સાક્ષી બનવા માંગો છો તો તમે મોબાઈલ પર જ તેનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ ઐતિહાસિક મિશનના લોન્ચિંગનું ISRO દેશના નાગરિકો માટે લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યું છે. આ અંગે માહિતી આપતા ઈસરોએ દેશના તમામ નાગરિકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ અપાયુ છે.

Chandrayaan 3

દેશ માટે ઐતિહાસિક બનવા જઈ રહેલા ચંદ્રયાન 3નું લોન્ચિંગ તમે તમે ઘરે જોઈ શકો છો. આ ઉપરાંત તમે શ્રીહરિકોટાથી SDSC-SHAR ની લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી પણ તેને જોઈ શકો છો. આ માટે તમારે આ લિંક પર ક્લિક કરવાની રહેશે. ttps://hindi.oneindia.com/VSCREGISTRIATIO

ઈસરોએ લોકો માટે ટ્વિટ કરીને લાઈવ લિંક શેર કરી છે. ISRO તરફથી ટ્વીટ કરીને જણાવાયુ કે, વ્હિકલનો ઇલેક્ટ્રિકલ ટેસ્ટ પુરો થઈ ગયો છે. નાગરિકોને લોંચના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તેઓ આ લિંક પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને લોન્ચ લાઈવ જોઈ શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતનું ચંદ્રયાન 3 મિશન 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ મિશનનું નેતૃત્વ ISROના ડાયરેક્ટર એસ સોમનાથ કરી રહ્યા છે. જે લોકો આ ક્ષણના સાક્ષી બનવા માંગે છે તે લિંક પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, ચંદ્રયાન 3 ચંદ્રયાન 2નું ફોલોઅપ છે. આ મિશનનો ટાર્ગેટ પણ ચંદ્રયાન 2 જેવો જ છે. આ મિશન દ્વારા ચંદ્રની સપાટી પર રોવરનું સુરક્ષિત ઉતરાણ કરવાનું છે. જેથી ચંદ્રની સપાટી વિશે વધુ સારી માહિતી મેળવી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X