For Quick Alerts
For Daily Alerts
ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં ફેરફાર થઇ શકે : મનમોહન
નવી દિલ્હી, 10 ઑક્ટોબર : વડાપ્રધાન મનમોહન સિંહે ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં સુધારાની તરફેણ કરી છે. તેમણે આ અંગે બુધવારે જણાવ્યું કે ભ્રષ્ટાચારમાં તપાસ કરતી એજન્સીઓની સત્તાઓમાં ફેરફાર કરવાની જરૂર છે. આ કારણે અમે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમોમાં સુધારા કરવાનું વિચારી રહ્યા છીએ.
તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદમાં સુધારો કરી શકાય છે. ઇમાનદાર લોકસેવકોનો બચાવ વધારે અસરદાર રીતે કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભ્રષ્ટાચારના મુદ્દે નકારાત્મકતા અને નિરાશાવાદનું જે વિચારહીન વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેનાથી દેશમાં કોઇનું ભલું થઇ શકશે નહીં.
વડાપ્રધાને જણાવ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દે સમજ્યા વિચાર્યા વિના વાત કરી શકાય નહીં. તેમણે આ મુદ્દે પ્રથમવાર જાહેરમાં કાયદામાં સુધારો કરવાની વાત કરી હતી.