જનતા રહી ગઇ ગરીબ, નેતાજી નીકળી ગયા આગળ

Google Oneindia Gujarati News

લખનઉ, 13 માર્ચઃ એક જ રંગની મોટી અને મોંઘા લક્ઝરી ગાડીઓનો કાફિલો, ગાડીઓના કાંચ પર લાગેલી કાળી ફિલ્મ, તમામ ગાડીઓની નંબર પ્લેટ્સ પર લખેલા એક સરખા અંક અને ગાડીઓની અંદર સુરક્ષાકર્મીના રૂપમાં બેસેલા રાઇફલ અને બુંદકધારીઓ અને આ બધાની આગળ સફેદ વસ્ત્ર પહેરેલા નેતાજી અને તેમની સાથે જોડાયેલી ફરિયાદોની લાંબી યાદી. ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ પ્રકારનો નજારો સામાન્ય વાત છે. તેમાં કોઇ શંકા નથી કે નેતાઓની લાઇફસ્ટાઇલમાં જોરદાર બદલાવ આવ્યો છે, અને જનતા ત્યાંની ત્યાં જ રહી ગઇ છે.

છેલ્લા બે દશકામાં રાજકારણીઓના પ્રભાવે દેશના રાજકારણના અંદાજને બદલી નાંખ્યો છે. નેતા બનવાના સ્વપ્ન પોતાની આંખોમાં સજાવી બાહુબલીઓએ જેવો રાજકારણમાં પ્રવેશ કર્યો, રાજકારણની છબી ખરડાઇ ગઇ અને આજે તો આ લોકો દૂધમાં પાણીની જેમ ભળી ગયું છે, જેને અલગ કરવું હવે અસંભવ જણાઇ રહ્યું છે. હવે તો એવા ઘણા બધા છે જે સફેદવસ્ત્રોમાં સજ્જ છે અને પોતાને બાહુબલી કહેવામાં આવે તો ગર્વતા અનુભવે છે. જે ક્ષેત્રોમાં આ ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભાઓ આયોજિત કરવામાં આવે છે, આ ક્ષેત્રના પ્રવાસ દરમિયાન પોતાની વૈભવી ગાડીઓનુ પ્રદર્શન તેમના માટે પ્રભાવ દેખાડવાનું અને સ્ટેટસ પ્રદર્શન કરવાનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે.

એવું કહેવું જરા પણ ઉચિત નથી કે નેતાઓ શરુઆતથી જ આવા હતા, સમય બદલાતા નેતા શબ્દની પરિભાષા પણ બદલાતી રહી. બે દશક પહેલાની વાત કરીએ તો નેતા શબ્દનો પૂર્ણ અર્થ જનનાયક થતો હતો, એ વ્યક્તિ જે ક્ષેત્રમાં નીકળે કે તરત એક વિશાળ જનસમૂહ તેની પાછળ ચાલવા લાગતો હતો અને જ્યારે આ જનનાયક હુંકાર ભરતો તો લોકોની ગર્જના આકાશને હચમચાવી નાંખતી હતી. આ બદલાતા રાજકરણને તસવીરો થકી જાણીએ.

જનનાયક જે પગપાળા ચાલતા હતા

જનનાયક જે પગપાળા ચાલતા હતા

એ સમયના જનનાયક પોતાના અંગે વિચારવાના બદલે જનમાનસના હિતમાં જ કાર્ય કરતા હતા. તેઓ ગાડીઓમાં ફરવાના બદલે પગપાળા ચાલવાનું પસંદ કરતા હતા અને તે પણ માત્ર એટલા માટે કે સામાન્ય માનવી તેમની સાથે ડગથી ડગ માંડી શકે. મહાત્મા ગાંધી, પંડિત જવાહર લાલ નહેરુ, જયપ્રકાશ નારાયણ, લાલ બહાદુર શાસ્ત્રી, બી આર આંબેડકર, રામ મનોહર લોહિયા, સરદાર પટેલ વિગેરે એવા નામ છે જે ઉદાહરણના રૂપમાં લઇ શકાય છે.

પૈસાના રેડ કાર્પેટ પર નેતા

પૈસાના રેડ કાર્પેટ પર નેતા

દેશના લગભગ તમામ નેતા હાલના સમયે પૈસાના રેડ કાર્પેટ પર ચાલી રહ્યાં છે.

બસમાં ક્યારેય નથી બેઠાં સાંસદ અને ધારાસભ્ય

બસમાં ક્યારેય નથી બેઠાં સાંસદ અને ધારાસભ્ય

બદલાતા સમયની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની એક બસના કંડેક્ટર અનુસાર તેણે પોતાના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન ક્યારેય બસમાં આફવામાં આવતી માનનીઓની બેઠક પર કોઇ સાંસદ અથવા ધારાસભ્યને બેસેલો જોયો નથી.

શું પ્રભાવ ઓછો થઇ જશે

શું પ્રભાવ ઓછો થઇ જશે

આવું જ અન્ય કંડેક્ટરોનું પણ કહેવું છે. જો આપણે આ બધાજ કંડેક્ટરોથી પ્રાપ્ત આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો નિષ્કર્ષ એ નીકળે છે કે સરકારી બસોમાં આ માનનીઓની બેઠક માત્ર દેખાડો બની ગઇ છે અને કેમ ના હોય, કારણ કે જો આ માનનીય સરકારી બસોમાં બેસશે તો તેમનો પ્રભાવ ઓછો થઇ જશે?

20 લાખની ગાડી ખરીદવાની છૂટ

20 લાખની ગાડી ખરીદવાની છૂટ

જો નેતા અને માનનીય બસોમાં બેસે છે તો આમ જનતા અને તેમનામાં શું તફાવત રહી જશે. લાગે છે, રાજકારણીઓ આ પ્રભાવ ભરેલા અંદાજને ઓળખીને રાજ્યના મુખ્યમંત્રીએ તમામ 403 ધારાસભ્યોને ક્ષેત્રના વિકાસ માટે મળનારી ધારાસભ્ય નિધિમાંતી 20 લાખ રૂપિયા સુધીની ગાડી ખરીદવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો, ભલે તેનાથી સરકાર પર 80 કરોડ 60 લાખ રૂપિયા સુધીનો ભાર વધી કેમ ના જાય, જો કે વિરોધ બાદ આ નિર્ણય તુરંત પરત લેવામાં આવ્યો.

કારોનો કાફિલો

કારોનો કાફિલો

સમયની સાથે રાજકારણીઓના શબ્દકોશમાંથી વચનો અને જન વિકાસના બદલે પોતાની ઉન્નતિ, વૈભવી વાહનોનો કાફિલો, અખૂટ પૈસા અને વર્ચસ્વ શબ્દ જોડાઇ ગયા. રાજકીય ગલીઓમાં હવે નેતાઓની ઓળખ આ તર્જ પર કરવામાં આવી રહી છે.

ક્રિમિનલ કેસ

ક્રિમિનલ કેસ

પ્રભાવ વધવાથી જનપ્રતિનિધિઓની સાથે ગુનાઇત કેસો જોડાવાની વાત હવે સામાન્ય થઇ ગઇ છે. વર્તમાનમાં દેશની કુલ 543 બેઠકો પરથી ચૂંટાઇને સંસદ પહોંચનારા 272 સાંસદ એવા છે, જે કોઇને કોઇ મામલે આરોપી છે. તેનો અર્થ સદનમાં બેસનારાઓમાં ગુનાઇત શ્રેણીના સાંસદો બહુમતમાં છે.

ક્રિમિનલ કેસ પર નવા નિયમ

ક્રિમિનલ કેસ પર નવા નિયમ

આમ તો માનનીયોનો મામલો નોંધાયા બાદ અને ન્યાયાલય દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા બાદ ગુનેગાર ગણાવવામાં પછી અથવા તો સજા સંભળાવવામા આવ્યા પછી પણ તેમને ગુનેગાર કહી શકાય નહીં, કારણ કે, આ જનપ્રતિનિધિઓ માટે બનાવવામાં આવેલા નિયમ(39)માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો કોઇ જનપ્રતિનિધિને કોઇ નિચલી અદાલત દોષી ઠેરવે છે, સજા સંભળાવે છે તો તે જનપ્રતિનિધિ સજા સંભળાવવામાં આવ્યાને ત્રણ મહિનાની અંદર ઉપરી અદાલતમાં યાચિકા દાખલ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટનો નિયમ

સુપ્રીમ કોર્ટનો નિયમ

ત્યારબાદ ના તો એ પ્રતિનિધિનું પદ છીનવવામાં આવશે અને ના તો તેની ચૂંટણી લડવા પર પ્રતિબિંદ મુકી શકાશે. નાનપણમાં આપણે બધાએ નાગરિક શાસ્ત્રમાં વાંચ્યુ હશે કે ચૂંટણી માત્ર એ લડી શકે છે જે ગુનેગાર ના હોય, તો નીયમ (39) એવું જણાવે છે કે, માનનીય કંઇ પણ કરો, ગુનેગાર કહી ના શકાય અને તેનું પરિણામ એ છે કે 543 સાંસદોમાંથી 272 સાંસદો પર કેસ નોંધાયેલા છે, પછી આ લોકો સંસદમાં બેસીને તેમના પર પોતાની રીતે ચલાવી રહ્યાં છે.

જનસેવા અથવા સ્વયંસેવા

જનસેવા અથવા સ્વયંસેવા

રાજકારણ હવે જનસેવા નહીં સ્વયંસેવા બની ગઇ છે. જેમાં પ્રવેશ કરતાની સાથે જ આમ નેતા ખાસ બની જાય છે અને તેની મુશ્કેલીઓનો અંત આવી જાય છે અથવા તો પછી તેમાંથી નીકળવા માટેનો રસ્તો સહેલો બની જાય છે.

આવતા જન્મે મને નેતા બનાવજો

આવતા જન્મે મને નેતા બનાવજો

આ જ કારણ છે કે કદાચ નેતાઓના દિલમાં ઉપરવાળા માટે એવી જ દુઆ નીકળતી હશે કે જે અત્યારે કર્યું છે તેવું કરજો દાતા, આવતા જન્મે મને નેતા જ બનાવજો.

શું કહે છે સામાજિક ચિંતક

શું કહે છે સામાજિક ચિંતક

સામાજિક ચિંતક જે પી શુક્લ કહે છે કે, રાજકારણમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગુનાઇત છબીના લોકોની સંખ્યા વધવા પાછળનું કારણ એ પણ છે કે આજે સામાન્ય લોકોમાં એ મનોવૃત્તિ બની ગઇ છે કે બાહુબલી અને અપરાધિક છબીના નેતા જ તેમનું કામ કરી શકે છે. સ્વચ્છ છબીના નેતાઓની તો પોલીસ પણ સાંભળતી નથી અને અધિકારીઓ પણ સાંભળતા નથી. રોબિનહુડ જેવી છબીના કારણે રાજકારણમાં સતત બાહુબલીઓને ઘણા ઓછા સમયમાં સફળતા મળી જાય છે.

સુધારો શક્ય છે

સુધારો શક્ય છે

શુક્લ કહે છે કે આજના સમાજની મનોવૃત્તિને બદલવી જરૂરી છે. લોકોને જાગરુક કરવામાં આવવા જોઇએ કે સ્વસ્થ રાજકારણ જ દેશ, સમાજ અને લોકતંત્રનું ભલુ કરી શકે છે. આ માટે બુદ્ધિજીવી વર્ગે આગળ આવવું જોઇએ. રાજકીય વર્ગમાં પોતાના લાભને છોડીને ગુનેગારોને પ્રશ્રય આપવાનું બંધ કરવું પડશે, ત્યારે જ સુધારો થઇ શકે છે.

યુવાનો નક્કી કરે ભવિષ્ય

યુવાનો નક્કી કરે ભવિષ્ય

રાજકીય વિશ્લેષક સંજય પાંડે કહે છે કે રાજકારણમાં આવનારા બાહુબલી અને ગુનેગાર ધન બળની સાથે સંખ્યા બળ એકઠું કરવામાં માહેર હોય છે, રાજકીય દળોએ તેમને પોતાની તરફ રાખવાથી ઘણો લાભ મળે છે. તેથી તે ગુનેગારોને પ્રશ્રય આપે છે. પાંડે અનુસાર, ગુનાઇત છબીના લોકો પોતાના રાજકીય દળોને બાહુબલ અને દંબગાઇ થકી ધારાસભ્ય અથવા સાંસદની બેઠક જીતવામાં વધુ સમર્થ હોય છે.

English summary
During th Lok Sabha Election 2014 just have a look on their how the definition of Politicians in India is continuously changing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X