સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલાં પૂજામાં સામેલ થયા પીએમ મોદી અને સ્પીકર ઓમ બિરલા
સંસદની નવી બિલ્ડિંગનો ઉદ્ઘાટન કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા ઉદ્ઘાટન પહેલાં થનાર પૂજા અર્ચનામાં સામેલ થઇ ગયા છે. આ પૂજા એક કલાક સુધી ચાલી હતી.
જે બાદ પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવી, જેને પીએમ મોદી સંસદની નવી બિલ્ડિંગમાં સ્થાપિત કરી છે. સંસદની નવી બિલ્ડિ્ંગના ઉદ્ઘાટન પહેલાં પીએમ મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પૂજા અર્ચના કરી. એક કલાક ચાલેલી આ પૂજા-અર્ચનામાં વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

પૂજા અર્ચના બાદ પીએમ મોદી સેંગોલ લઈને સંસદની નવી બિલ્ડિંગમાં પહોંચ્યા, અહીં સ્પીકરની ખુરશીની બાજુમાં તેને સ્થાપિત કર્યો. અધીનમે આ ઐતિહાસિક સેંગોલ પીએમ મોદીને સોંપ્યો છે.
ઉલ્લેખનીય છે કે સંસદની નવી બિલ્ડિંગના ઉદ્ઘાટનનો કાર્યક્રમ પૂજા અર્ચના સાથે શરૂ થયો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ પૂજા એક કલાક સુધી ચાલી. લોકસભા સ્પીકર ઓમ બિરલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસાથે આ પૂજામાં ભાગ લીધો.












Click it and Unblock the Notifications
