મહિલાની મૌત પછી રહસ્યમયી રીતે તેનું નાક ગાયબ થયું

યુપીના રાયબરેલીમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખ્યા પછી મૃતક મહિલાની નાક કાપી નાખવામાં આવી છે.

યુપીના રાયબરેલીમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખ્યા પછી મૃતક મહિલાની નાક કાપી નાખવામાં આવી છે. પરિવારને જયારે આ વાતની જાણકારી મળી ત્યારે તેને હંગામો શરુ કરી દીધો અને હોસ્પિટલ પ્રશાશન સામે જોરદાર વિરોધ કર્યો. પરિજનો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે મહિલાની નાકમાં રિંગ હતી જેને કાઢવા માટે તેની નાક કાપવામાં આવી છે.

uttar pradesh

જિલ્લા હોસ્પિટલમાં પરિજનોએ હંગામો કર્યો

સદર કોતવાલી વિસ્તારના કૃષ્ણ નગર મોહલ્લામાં રામ સિદ્ધ યાદવની વહુએ મંગળવારે ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. સવારે તેનું પોસ્ટમોર્ટમ થવાનું હતું. જયારે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી રહી હતી ત્યારે પરિજનોએ જોયું કે મહિલાનું નાક ગાયબ છે. પરિજનોએ તેની ફરિયાદ સીએમએસ એનકે શ્રીવાસ્તવને કરી, પરંતુ તેમને નાક કપાઈ જવાને ઉંદરોની હરકત ગણાવી, જેને કારણે પરિજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પરિજનોએ હોસ્પિટલ પરિસરમાં હોસ્પિટલ પ્રશાશન સામે નારેબાજી કરી.

હોસ્પિટલ પ્રશાશન પર બેદરકારીનો આરોપ

મહિલાના સસુર રામ સિદ્ધ યાદવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી ત્યારે તેનું નાક સારું હતું અને તેમાં રિંગ પણ હતી, પરંતુ જયારે અમે શવ લેવા માટે આવ્યા ત્યારે તેમાં નાક ગાયબ હતું. આ હોસ્પિટલ પ્રશાશનની બેદરકારી છે. સીએમએસ એનકે શ્રીવાસ્તવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ પછી બધી જ વાતો ખુલીને સામે આવી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X