For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચરણજીતસિંહ ચન્ની આજે લેશે પંજાબના નવા મુખ્યમંત્રી પદના શપથ, જાણો મહત્વની વાતો

પંજાબના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી મચેલી હલચલ બાદ આજે ચરણજીત સિંહ ચન્ની રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી મચેલી હલચલ બાદ આજે ચરણજીત સિંહ ચન્ની રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ચન્ની સવારે 11 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણનો કાર્યક્રમ ચંદીગઢમાં થશે. જે રીતે કેપ્ટન અમરિંદર સિંહે રાજકીય સંગ્રામ વચ્ચે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ તે બાદ રાજ્યના આગલા મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને સતત અટકળો લગાવવામાં આવી રહી હતી. તમામ અટકળો પર વિરામ લગાવીને કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીની ખુરશી સોંપવાનો નિર્ણય કર્યો. તમને જણાવી દઈએ કે ચરણજીત સિંહ ચન્ની ત્રીજી વાર જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.

charanjeet
  • ચરણજીત સિંહ ચન્નીની વાત કરીએ તો તેમનો જન્મ પંજાબના ભજૌલી ગામમાં 1963માં થયો હતો. તેમનો પરિવાર મલેશિયામાં રહેતો હતો. ચરણજીત સિંહ ચન્નીના પિતા મલેશિયામાં જ નોકરી કરતા હતા પરંતુ બાદમાં 1955માં તે પાછા પંજાબમાં આવી ગયા.
  • રિપોર્ટ અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચરણજીત સિંહના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ નહિ થાય.
  • પંજાબના ઈન્ચાર્જ હરીષ રાવતે રવિવારે આ અંગે માહિતી આપી છે કે રાજ્યમાં બે ઉપમુખ્યમંત્રી હશે. એક ઉપમુખ્યમંત્રી જાટ સિખ સમાજના જ્યારે બીજી ઉપમુખ્યમંત્રી હિંદુ સમાજના હશે.
  • આજે યોજાનારા શપથગ્રહણ સમારંભમાં લગભગ 40 નેતાઓ ભાગ લેશે. કાર્યક્રમ નાનો રાખવામાં આવશે અને અમુક હસ્તીઓ જ આમાં શામેલ થશે.
  • કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ રવિવારે કહ્યુ કે માત્ર 4-6 મહિનાની વાત છે. લોકો પોતાના નવા મુખ્યમંત્રી ફરીથી ચૂંટી લેશે.
  • લાંબા સમયથી નવજોત સિંહ સિદ્ધુ સાથે ચાલી રહેલી ખેંચતાણ બાદ કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.
English summary
Charanjit Singh Channi oath Ceremony of Punjab CM today. Know updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X