પંજાબના નવા સીએમ ચરણજીત સિંહ ચન્નીએ લીધા શપથ, આ બે નેતાઓને બનાવવામાં આવ્યા ડેપ્યુટી સીએમ

પંજાબમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે(20 સપ્ટેમ્બર) કોંગ્રેસ ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્નીએ રાજભવનમાં પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

ચંદીગઢઃ પંજાબમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે(20 સપ્ટેમ્બર) કોંગ્રેસ ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્નીએ રાજભવનમાં પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ચરણજીત સિંહ ચન્ની હવે પંજાબના નવા મુખ્યમંત્રી છે. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે ચરણજીત સિંહને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે-સાથે બે ડેપ્યુટી સીએમ સુખવિંદર સિંહ રંધાવા અને ઓપી સિંહ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા ઓપી સોની અને કોંગ્રેસ નેતા સુખવિંદર એસ રંધાવાએ પણ રાજભવનમાં મંત્રી પદના શપથ લીધા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થયા હતા.

Charanjit Singh Channi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા સીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના પહેલા દલિત મુખ્યમંત્રી બન્યા છે. ચરણજીત સિંહ ચન્નીને નવજોત સિંહ સિદ્ધુની નજીક માનવામાં આવે છે. વળી, સુખવિંદર સિંહ રંધાવા, ઓપી સિંહ પણ નવજોત સિંહ સિદ્ધુના જૂથનો હિસ્સો રહ્યા છે.

કેપ્ટન અમરિંદર સિંહે ગયા રવિવાર(20 સપ્ટેમ્બર) પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. કોંગ્રેસ નેતા હરમિંદર સિંહ ગિલે આજે કહ્યુ કે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડનો છે નહિ કે હરીશ રાવતનો. કહેવામાં આવી રહ્યુ છે કે હરીશ રાવતનુ કહેવુ છે કે આગલી ચૂંટણી સિદ્ધુના નેતૃત્વના લડવામાં આવશે. આ વાત પર કોંગ્રેસ નેતા હરમિંદર સિંહ ગિલે કહ્યુ કે તે આ વાત પર કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.

ચરણજીત ચન્ની પંજાબના ઈતિહાસમાં પ્રથમ દલિત મુખ્યમંત્રી બન્યા છે. જ્યારે જાટ શીખ સમાજમાંથી સુખજિંદર રંધાવા અને હિંદુ નેતા તરીકે ઓપી સોનીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના શપથ 11 વાગે લેવાના હતા પરંતુ રાહુલ ગાંધીની રાહ જોવાના કારણે શપથગ્રહણમાં વિલંભ થયો હતો. ચન્ની અત્યાર સુધી ટેકનિકલ શિક્ષણ મંત્રી રહ્યા છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનો મુખ્યમંત્રી ચહેરો બદલી નાખ્યો છે. ચરણજીત ચન્નીના શપથગ્રહણ બાદ કેબિનેટ પર નજર રહેશે. ઉલ્લેખનીય છે કે પંજાબના 32 ટકા દલિત વસ્તી છે. 117માંથી 34 બેઠકો રિઝર્વ છે. ચન્નીને સીએમ બનાવવાથી કોંગ્રેસ રાજકીય લાભ મેળવી શકે છે. જાટ સમુદાય નારાજ ન થાય તે માટે સુખજિંદર રંધાવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X