For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચારધામ યાત્રા 2021: આજથી ઑનલાઈન બનશે ગ્રીન કાર્ડ, પરિવહન વિભાગે તૈયાર કર્યુ સૉફ્ટવેર

ચારધામ યાત્રા 2021 માટે આજે એટલે કે 15 એપ્રિલથી ઑનલાઈન ગ્રીન કાર્ડ જારી કરવાના શરૂ થઈ ગયા છે. વાંચો વિગત.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ કોરોના વાયરસ સંક્રમણની ગતિ ઉત્તરાખંડમાં બેકાબુ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં 1953 નવા સંક્રમિત મળ્યા છે. વળી, કોવિડ-19 સંક્રમણનુ જોખમ હવે મહાકુંભ અને ચારધામ યાત્રા પર પણ મંડરાઈ રહ્યુ છે. આ દરમિયાન ચારધામ યાત્રા 2021 માટે આજે એટલે કે 15 એપ્રિલથી ઑનલાઈન ગ્રીન કાર્ડ જારી કરવાના શરૂ થઈ ગયા છે. પરિવહન વિભાગે આના માટે સૉફ્ટવેર તૈયાર કરી લીધુ છે.

Chardham Yatra

તમને જણાવી દઈએ કે રાજ્યમાં દર વર્ષે 15થી 20 હજાર ગ્રીન કાર્ડ જારી કરવામાં આવે છે. ચારધામ યાત્રા માટે પણ ગ્રીન કાર્ડ બને છે. જો કે, પહેલા આ ઑફલાઈન પ્રક્રિયા હતી જેના કારણે ગ્રીન કાર્ડ બનાવનારને લાંબી લાઈનોમાં ઉભુ રહેવુ પડતુ હતુ. વળી, હવે સરકારે આ વર્ષથી દસ સીટની ક્ષમતા સુધીના વાહનોના ગ્રીન કાર્ડ ઑનલાઈન કરવાની તૈયારી કરી લીધી છે. પરિવહન સચિવ રંજીત સિન્હાએ કાર્યભાર ગ્રહણ કરતા જ ચારધામ માટે ઑનલાઈન ગ્રીન કાર્ડને પ્રાથમિકતા પર લીધુ અને એક સૉફ્ટવેર બનાવડાવ્યુ છે.

આ સૉફ્ટવેરમાં જ વાહનની આખી ડિટેલ ભર્યા બાદ ઑનલાઈન ગ્રીન કાર્ડ બની જશે જેની પ્રિન્ટ આઉટ કાઢી શકાય ચે. આના માટે કોઈ પણ દસ સીટ ક્ષમતાવાળા વાહન માલિકે આરટીઓ ઑફિસ જવાની જરૂર નથી. જો કે, દસથી વધુ સીટ ક્ષમતાવાળા વાહનોએ ઑનલાઈન ફોર્મ ભર્યા બાદ પોતાના વાહનોની તપાસ માટે આરટીઓ ઑફિસ જવુ પડશે. આરટીઓ પ્રશાસન દિનેશ ચંદ્ર પઠોઈના જણાવ્યા મુજબ ગ્રીન કાર્ડ બનાવવાની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. ટ્રાયલ ચાલી રહી છે.

આ દિવસે ખુલશે યારધામના કપાટ

ગંગોત્રી 14 મે, 2021
યમુનોત્રી 14 મે, 2021
કેદારનાધ 17 મે, 2021

કોરોનાનો કહેર, દેશમાં પહેલી વાર એક દિવસમાં 2 લાખથી વધુ કેસકોરોનાનો કહેર, દેશમાં પહેલી વાર એક દિવસમાં 2 લાખથી વધુ કેસ

English summary
Chardham Yatra 2021: Green card will be made online from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X