રાહુલ વિરૂદ્ધ ચૌટાલાએ લગાવેલા આરોપો પાયાવિહોણા: કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે ''ઓમપ્રકાશ ચૌટાલા દ્રારા રાહુલા ગાંધી વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. ચૌટાલાએ બીજા વિરૂદ્ધ પાયાવિહોણા આરોપો લગાવતાં પહેલાં તેમને તેમનો અને તેમના પુત્રનો વિચાર કરવો જોઇએ.'' ગઇકાલે પલવલ જિલ્લાના એક ગામમાં જમીન સોદા મુદ્દે રાહુલ ગાંધી પર સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીનો આરોપ લગાવ્યો હતો.
અલ્વીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી જમીન ખરીદી હતી અને તેના માટે રકમ ચૂકવી છે અને ખર્ચ પણ આપ્યો છે. તેમને પ્રશ્ન કર્યો હતો કે એમાં શું ખોટું છે.












Click it and Unblock the Notifications
