For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાસીખુર્દ માટે સીએમએ પણ પત્ર લખ્યો છેઃ ગડકરી

By Super
|
Google Oneindia Gujarati News

nitin gadkari
નવીદિલ્હી, 06 ઑક્ટોબરઃ ગોસીખુર્દ ડેમ યોજના અંગે કેન્દ્રને પત્ર લખવાના મુદ્દે કોંગ્રેસની આલોચનાથી વિચલિત થયા વગર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ શનિવારે કહ્યું કે આ પ્રકારના પત્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ પણ લખ્યા છે.

ગડકરીએ કહ્યું છે કે, ગોસીખુર્દ યોજના માટે પત્ર લખીને મે ક્યો ગુન્હો કર્યો છે? આ યોજના મારા વિસ્તારમાં આવે છે એટલે તેમાં થઇ રહેલા વિલંબ બદલ સ્થાનિક લોકોએ મારો સંપર્ક કર્યો.

ભાજપની આર્થિક જૂથની રાષ્ટ્રીય બેઠકમાં તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના કોગ્રેસ પ્રમુખ માણિકરાવ ઠાકરે આવો જ પત્ર લખ્યો છે. મારી જાણકારી અનુસાર મુખ્યમંત્રી અને કેન્દ્રીયમંત્રી મકુલ વાસનિકે પણ આવા જ પત્રો લખ્યા છે.

ગડકરીએ પત્ર લખવાની વાતને યોગ્ય ઠેરવતા કહ્યું કે તે આવા 10 પત્રો લખશે. આવું મહારાષ્ટ્રના ખેડુતોના હિતમાં કરવામાં આવ્યું છે. આ યોજના માટે પહેલા મહારાષ્ટ્ર સરકારને ફંડ આપવામાં નહીં આવતા તેમણે કેન્દ્રને આ પત્ર લખ્યો. આ યોજના પૂર્ણ થતાં વિદર્ભની સાડાત્રણ લાખ એકર જમીનને પાણી મળશે.

કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ ગડકરીના પત્રની આચોલના કરતા કહ્યું છે કે, જ્યારે ભાજપના અધ્યક્ષ કહે છે કેતે આ પ્રકારના 10 પત્રો લખી શકે છે, તો શંકા પેદા થાય છે કે તેમાં તેમને આટલી રૂચી કેમ છે. કોઇને કોઇ કારણને સંબંધ હોવો જોઇએ.

ગડકરીએ કેન્દ્રીય જલ સંસાધન મંત્રી પવન કુમાર બસંલને આ વર્ષની 30 જુલાઇએ પત્ર લખીને ગોસીખુર્દ યોજના માટે ફંડ જાહેર કરવા આગ્રહ કર્યો હતો. આ યોજના પહેલેથી જ કૌભાંડને લઇને વિવાદમાં છે.

English summary
Unfazed by the Congress attack over the letter row involving him, BJP President Nitin Gadkari today said that even Congress Chief Minister of Maharashtra Prithviraj Chavan and its state chief Manikarao Thakre had written letters in favour of the Goshikhurd project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X