રાબડીની તલાશી મુદ્દે ભડક્યા લાલૂ, અધિકારીઓને આપી ચંપલ મારવાની ધમકી
પટણા, 4 મે: રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને તેમની પત્ની (બિહારની પૂર્વ મુખ્યમંત્રી) રાબડી દેવી પર કાનૂની કાર્યવાહી થશે. લાલૂ પ્રસાદ યાદવ અને રાબડી પર સોનપુરમાં સરકારી કામમાં અડચણ ઉભી કરવા, વીડિયો કેમરા તોડવા, રસ્તો જામ કરવા અને ચૂંટણી ક્ષેત્રમાં રૂપિયા વહેંચવાનો આરોપ લગાવ્યો છે.
સમાચાર મુજબ બિહારના સોનપુરમાં આરજેડી અધ્યક્ષ લાલૂ યાદવ પોલીસકર્મીઓ પર તે સમયે ભડકી ઉઠ્યા જ્યારે તેમને ખબર પડી કે તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પુરૂષ પોલીસકર્મીઓ સર્ચ વોરંટ વિના તલાશી લીધી છે. શનિવારે મોડી રાત્રે પોતાની પત્ની અને સારણથી આરજેડી ઉમેદવાર રાબડી દેવીની કાર અને સૂટકેસની તલાશી લેતાં લાલૂ પ્રસાદ યાદવ ખરાબ રીતે ભડકી ઉઠ્યા. તેમને ઘટના બાદ ના ફક્ત જોરદાર હંગામો કર્યો પરંતુ ઘટનાસ્થળે હાજર અધિકારીઓને ચંપલ મારવાની ધમકી આપી દિધી આપી.

રાબડે દેવી શનિવારે મોડી રાત્રે પ્રચાર બાદ સ્કોર્પિયોથી પટના પરત ફરી રહી હતી. સોનપુર પાસે પોલીસે તેમની ગાડી અટકાવી દિધી અને તલાશી શરૂ કરી દિધી. સૂચના મળ્યા બાદ લાલૂ પ્રસાદ યાદવ પણ ઘટનાસ્થળ પહોંચી ગયા. રાબડી દેવીની ગાડીની તલાશી સમયે ત્યાં હાજર અધિકારીઓ પર ભડકી ઉઠ્યા હતા.
રાબડી દેવી છપરાથી પ્રચાર કરી પરત ફરી રહી હતી. રસ્તામાં રાબડી દેવીની ગાડીની તલાશી લીધી. રાબડી દેવીનો આરોપ છે કે તલાશી મહિલા પોલીસ વિના લેવામાં આવી. એટલું જ નહી તલાશીનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં ન આવ્યું. રાબડી દેવીએ પોતાની હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો છે. રાબડી દેવીનો આરોપ છે કે તેમની ગાડીમાં પૈસા રાખવાનનું પણ કાવતરું હતું. પોલીસ અધિકારીઓનો દાવો છે કે જિલ્લાના એસપીના આદેશ પર ગાડીની તલાશી લીધી હતી.












Click it and Unblock the Notifications
