For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 80 લોકોને બચાવવા આ હેલિકોપ્ટરે ભરી 50 ઉડાન

|
Google Oneindia Gujarati News

બદરીનાથ, 24 જૂનઃ ભારતીય વાયુ સેનાના ઇતિહાસમાં પોતાની તરફથી આ પહેલું બચાવકાર્ય હશે કે જેમાં માત્ર 80 લોકોને બચાવવા માટે એક હેલિકોપ્ટરે 50 વખત ઉડાન ભરી. વાયુસેનાનાના ચીત્તા હેલિકોપ્ટર આ કામમાં જોતરાયેલું રહ્યું અને તેમે બે બે લોકોને કાઢીને 80 લોકોના જીવ બચાવ્યા. આ લોકો બદરીનાથમાં એક જગ્યા પર ફસાયેલા હતા, જ્યાં એમઆઇ-17 જેવા મોટા હેલિકોપ્ટર જઇ શકે તેમ નહોતા.

બચાવ અભિયાન સાથે જોડાયેલા વાયુ સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ મામલો એવો હતો કે જ્યાં સોઇથી કામ ચાલતું હોય ત્યાં પાવડો કામ ના આવી શકે. તિતલી જેવું દેખાતુ વાયુસેનાનું ચીત્તા હેલિકોપ્ટર એકદમ દુર્ગમ વિસ્તારોમાં ઉતરી શકે છે. એક પછી એક આ હેલિકોપ્ટરે ઉડાનો ભરી. દરેક વખતે લોકોએ પોતાની ગોદમાં બેસાડ્યા અને બધાને સુરક્ષિત સ્થાન પર લઇ ગયા.

આ રીતે બચાવ્યા જીવ

આ રીતે બચાવ્યા જીવ

તિતલી જેવું દેખાતુ વાયુસેનાનું ચીત્તા હેલિકોપ્ટર એકદમ દુર્ગમ વિસ્તારોમાં ઉતરી શકે છે. એક પછી એક આ હેલિકોપ્ટરે ઉડાનો ભરી. દરેક વખતે લોકોએ પોતાની ગોદમાં બેસાડ્યા અને બધાને સુરક્ષિત સ્થાન પર લઇ ગયા.

ઘણા જૂના થઇ રહ્યાં છે ચીત્તા અને ચેતક હેલિકોપ્ટર

ઘણા જૂના થઇ રહ્યાં છે ચીત્તા અને ચેતક હેલિકોપ્ટર

વિડંબણાની વાત તો એ છે કે ભારતીય વાયુસેના પાસે ઉપલબ્ધ ચીત્તા અને ચેતક હેલિકોપ્ટર ઘણા જૂના થઇ રહ્યાં છે અને તેને બદલવા માટે 197 લાઇટ યૂટિલિટી હેલિકોપ્ટર્સને સેના અને વાયુસેનાની ખરીદ પ્રક્રિયા વર્ષોથી અટકી પડી છે.

 કોઇને કોઇ અડચણ આવી જાય છે સામે

કોઇને કોઇ અડચણ આવી જાય છે સામે

જ્યારે પણ નવા અને નાના હેલિકોપ્ટર ખરીદવાનો મામલો આગળ વધે છે ત્યારે કોઇને કોઇ મામલો અડચણ બનીને આવી જાય છે. જો કે વીવીઆઇપી હેલિકોપ્ટર્સની ખરીદીમાં દલાલીનો મામલો સામે આવ્યો તો તેની અસર પણ 197 હેલિકોપ્ટર્સની ખરીદી પર આવી ગઇ.

English summary
cheetah helicopter fly 50 time for save 80 live
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X