For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેંડમાર્ક હોટલના શેફ બનાવશે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભોજન, PM મોદીએ કર્યુ ટ્વિટ

ટ્રમ્પના પ્રવાસ પહેલા પીએમ મોદીએ આજે ટ્વિટ કર્યુ છે કે ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની રાહ જોઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયા સાથે બે દિવસના ભારત પ્રવાસે 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પહોંચી રહ્યા છે. ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં 22 કિમી લાંબા રોડ શોમાં શામેલ હશે અને નવનિર્મિત મોટેર ક્રિકેટ સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' સભાને સંબોધિત કરશે. ત્યારબાદ ટ્રમ્પ અને મેલેનિયા આગ્રામાં તાજના દીદાર કરશે અને પછીથી ત્યાંથી દિલ્લી જશે.

પીએમ મોદીએ કર્યુ ટ્વિટ

પીએમ મોદીએ કર્યુ ટ્વિટ

ટ્રમ્પની મહેમાનનવાજીમાં ભાજપ કોઈ કસર નથી છોડવા ઈચ્છતુ. ટ્રમ્પના પ્રવાસ પહેલા પીએમ મોદીએ આજે ટ્વિટ કર્યુ છે કે ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની રાહ જોઈ રહ્યા છે. આ સમ્માનની વાત છે કે અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમની શરૂઆત બાદ તે અમારી સાથે હશે.

ફૉર્ચ્યુન લેંડમાર્ક હોટલના શેફ સુરેશ ખન્ના

ફૉર્ચ્યુન લેંડમાર્ક હોટલના શેફ સુરેશ ખન્ના

વળી, સાબરમતી આશ્રમ પર જે ભોજપ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે તેમની પત્ની મેલેનિયાને પીરસવામાં આવશે તેને ફૉર્ચ્યુન લેંડમાર્ક હોટલના શેફ સુરેશ ખન્ના તૈયાર કરવાના છે. તેમણે આ વિશે મીડિયાને કહ્યુ કે બધા વ્યંજન ગુજરાતી છે જેને ખાસ અંદાજમાં બનાવવા આવશે. બધુ ભોજપ શુદ્ધ શાકાહારી હશે, ખમણ, પૌંઆ, ઢોકળા, સમોસા, ગ્રીન ટી, જિંજર જેવા પારંપરિક ભોજન તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુરેશ ખન્નાએ કહ્યુ ટ્રમ્પ અને મેલેનિયાને ખમણ ખૂબ પસંદ છે એટલા માટે અમે વિશેષ રીતે તેને બનાવી રહ્યા છે, શેફે પણ એ કહ્યુ કે પહેલા ફૂડ ઈન્સ્પેક્ટર ભોજન ચાખશે, ત્યારબાદ જ તે મહેમાનોને પીરસવામાં આવશે.

25 બેડની અસ્થાયી હોસ્પિટલ

25 બેડની અસ્થાયી હોસ્પિટલ

તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની તૈયારીઓનુ નિરીક્ષણ કરવા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા. વળી, ‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પહેલા મોટેરા સ્ટેડિયમમાં 25 બેડની અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી છે.

ટ્રમ્પના આવવાની તૈયારીઓમાં લાગ્યુ ગુજરાત

ટ્રમ્પના આવવાની તૈયારીઓમાં લાગેલા ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ વીડિયો ટ્વિટ કરીને કહ્યુ છે કે અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી ઐતિહાસિક રોડ શોમાં લાખો ભારતીય નાગરિક શામેલ હશે. રોડ શો બાદ મોદી અને ટ્રમ્પ સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરશે.

આ પણ વાંચોઃ બાહુબલી બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ખુદ વીડિયો કરીને આ લખ્યુઆ પણ વાંચોઃ બાહુબલી બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ખુદ વીડિયો કરીને આ લખ્યુ

English summary
Chef Suresh Khanna from Fortune Landmark Hotel, will be preparing food for US President Donald Trump, Here is menu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X