For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશાખાપટ્ટનમઃ ઝેરીલી ગેસ ગળતરથી હાલાત બગડ્યા, 3ના મોત

વિશાખાપટ્ટનમઃ ઝેરીલી ગેસ ગળતરથી હાલાત બગડ્યા, 3ના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફર્મા કંપનીમાં ઝેરીલી ગેસ લીક થયા બાદ હાલાત બેકાબૂ થઈ ગયા છે. ગુરુવારે સવારે અચાનક ફેક્ટરીમાંથી ઝેરીલી ગેસનું ગળતર થવા લાગ્યું, જે બાદ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી ફરિયાદ થવા લાગી. લોકોને તરત હોસ્પિટલે પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સ્થાનિક પ્રશાસન અને નૌસેના ફેક્ટરીની બાજુના ગામો ખાલી કરાવી રહ્યા છે.

gas

શરૂઆતી રિપોર્ટ મુજબ વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ સ્થિત એલજી પૉલિમર ફેક્ટરીથી અચાનક ઝેરીલી ગેસનું ગળતર થવા લાગ્યું. ગણતરીની મિનિટોમાં જ ફેક્ટરીની આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, આંખોમાં તેજ બળતરા શરૂ થઈ ગઈ. સેંકડો લોકો માથાનો દુખાવો, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ સાથે હોસ્પિટલે પહોંચવા લાગ્યા. પોલીસ, ફાયર બ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર છે. લોકોને જલદીમાં જલદી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

સૂચનના મળતા જ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું. આજુબાજુના 5 ગામને ખાલી કરાવવામમાં આવી રહ્યા છે. ઘટના સ્થળે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે. ગામમાથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાયું નથી. લોકોને હોસ્પિટલે પહોંચાડવામાં આવી રહ્યા છે. જો કે હજી ગેસ ગળતરના કારણોનો પતો નથી લાગ્યો. લોકોને બહાર કાઢી તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા જ પ્રશાસનની પ્રાથમિકતા છે.

પુલવામાઃ સેનાને મોટી સફળતા, હિઝબુલનો આતંકી રિયાઝ નાઈકુ ઠાર મરાયોપુલવામાઃ સેનાને મોટી સફળતા, હિઝબુલનો આતંકી રિયાઝ નાઈકુ ઠાર મરાયો

English summary
Chemi kal leakage reported at LG polymers industry in rr venkatpuram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X