આજે FDI મુદ્દે કેમિસ્ટોની રાષ્ટ્રવ્યાપી હડતાલ, દર્દીઓને મુશ્કેલી

medical-store
નવી દિલ્હી, 10 મે : દવાની કિંમતના ઘટાડાની સાથે મેડીસીન ફિલ્‍ડમાં ફોરેન ડાયરેકટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ (એફડીઆઇ)ને પ્રવેશ આપવા, કેન્‍દ્ર સરકાર દ્વારા કેમીસ્‍ટ અને ડ્રગીસ્‍ટોને થઇ રહેલા અન્‍યાય સામે આજે શુક્રવાર, 10 મે, 2013ના રોજ દેશભરના કેમીસ્‍ટ અને ડ્રગીસ્‍ટે દેશવ્‍યાપી બંધની જાહેરાત કરી છે.

દેશના 7.50 લાખ જેટલા સભ્‍યો આ હડતાલમાં જોડાશે. જેમાં ગુજરાતની 14,000 દવાની દુકાનો પણ બંધ પાળી ધરણા-પ્રદર્શન યોજી કેન્‍દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવશે. જો કે સરકારે પણ દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટેની તૈયારીઓ કરી છે. આ હડતાલમાં રિટેલ તથા જથ્‍થાબંધ દવાની તમામ દુકાનોના વેપારી જોડાશે.

આ અંગે ઓઇલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ એસો.ના પ્રમુખ જે.એમ.શીંદે અને મહામંત્રી સુરેશ ગુપ્‍તાએ જણાવ્‍યુ છે કે, વર્ષોથી કેન્‍દ્ર સરકાર કેમીસ્‍ટ અને ડ્રગીસ્‍ટોને અન્‍યાય કરી રહી છે. ગેરવ્‍યાજબી સરકારી નીતિઓ સામે અમારો વિરોધ છે. અમારી માંગણી છે કે, પાંચ વર્ષ જુની દુકાનોને લાયસન્‍સ જારી કરવામાં આવે, રિટેલ દુકાનોમાં ફાર્માસિસ્‍ટની અનિવાર્યતા સમાપ્‍ત થાય, જથ્‍થાબંધ અને રિટેલ વિક્રેતાઓને મળતુ કમિશન વધારવામાં આવે, ધંધો ચલાવવા માટે દવાઓના માર્જીનને જાળવી રાખવા અને આગામી ડ્રગ્‍સ (પ્રાઇસ કંટ્રોલ) ઓર્ડર 2013માં ભાવ નહિ ઘટાડવાની માંગણી અમે કરી છે એટલુ જ નહિ મેડીસીનના ડીસ્‍ટ્રીબ્‍યુટીંગ રિટેલીંગમાં એફડીઆઇને મંજુરી આપવા પણ અમારો વિરોધ છે. અમે અમારી માંગણીઓ સાથેનું મેમોરેન્‍ડમ સરકારને મોકલી આપ્‍યુ છે અને એ પુરી કરવા સરકારને કહ્યુ છે.

દરમિયાન સરકારી હોસ્‍પિટલોએ દર્દીઓને હાલાકી ન પડે તે માટેની તૈયારીઓ કરી છે. અમુક મોટી હોસ્‍પિટલો અને સરકારી હોસ્‍પિટલોની દવાની દુકાનો તેમજ આઉટ પેશન્‍ટ ડિપાર્ટમેન્‍ટ ફુલટાઇમ ચાલુ રાખવા જણાવાયુ છે. દવાનો સ્‍ટોક પણ સરકારી હોસ્‍પિટલોમાં કરી લેવાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X