Chennai Air Show Stampede : ચેન્નઈમાં વાયુસેનાના એર શો બાદ નાસભાગ, 3 લોકોના મોત

Chennai Air Show Stampede : ભારતીય વાયુસેનાના 92માં સ્થાપ્ના દિવસે ચેન્નઈમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એર શો દરમિયાન નાસભાગ સર્જાતા મોટી જાનહાનિ થઇ છે.

સમાચારો અનુસાર, એર શો દરમિયાન નાસભાગ મચી જતા 3 લોકોના મોત થયા છે અને 250 થી વધુ લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે.

Chennai Air Show Stampede

એર શો દરમિયાન લોકોને ગરમીને કારણે મોટી સમસ્યા થતા હંગામો સર્જાયો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મૃતકોમાં એક વ્યક્તિએ હીટ સ્ટ્રોકને કારણે તેનો જીવ ગુમાવ્યો.

એર શો સવારે 11 વાગ્યાથી જ મરિના બીચ પર લોકો ઉમટ્યા હતા. લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ એર શોમાં લગભગ 16 લાખ લોકોએ ભાગ લીધો હતો. સવારે 11 વાગ્યે શરૂ થયેલો એર શો બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો.

એર શો શરૂ થાય તે પહેલા જ ગરમીના કારણે કેટલાક વૃદ્ધો બેહોશ થઈ ગયા હતા. ભીડ વધી જતા નજીકના પાણી વેચતા લોકોને દુર મોકલી દેવાતા મોટી સમસ્યા સર્જાઈ હતી. લોકોને પીવાનું પાણી ન મળતા ઘણા લોકો હિટ સ્ટ્રોકનો શિકાર બન્યા.

શો પુરો થયા બાદ ભીડ કામરાઝર સલાઈ તરફ આગળ વધતા હંગામો સર્જાયો. જેના કારણે ટ્રાફિક સંપૂર્ણ રીતે અવરોધિત થઈ ગયો.

તડકા અને ભીડથી કંટાળી ગયેલા ઘણા લોકોને મદદ કરવા નજીકના વિસ્તારના લોકો આવ્યા અને જરૂરિયાતમંદોને પીવાનું પાણી પૂરું પાડ્યું. મેટ્રો સ્ટેશનો પર ભીડ વધી જતા લોકો ઘરે પાછા ફરવાના વૈકલ્પિક રસ્તાઓ શોધી રહ્યા હતા. આ ઘટના બાદ આયોજન અને તૈયારીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X