For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આત્મનિર્ભરના નામ પર ઘટિયા પ્રોડક્ટ ખરીદવા મજબૂર ન કરી શકે સરકાર

પીએમ મોદીના આત્મનિર્ભરવાળા નિવેદન પર હવે જાણીતા લેખક ચેતન ભગતે કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મેના રોજ દેશની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે 20 લાખ કરોડા આર્થિક પેકેજનુ એલાન કર્યુ. પોતાના પૂરા ભાષણમાં પીએમ મોદીએ એક વાતનો ઘણી વાર ઉલ્લેખ કર્યો જે હતો આત્મનિર્ભર. પીએમ મોદીના જણાવ્યા મુજબ આપણે દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ જેથી આર્થિક મંદીના આ મુશ્કેલ સમયમાં ભારતીય ઉદ્યોગોને ઉભારી શકાય. પીએમ મોદીના આત્મનિર્ભરવાળા નિવેદન પર હવે જાણીતા લેખક ચેતન ભગતે કટાક્ષ કર્યો છે.

chetan bhagat

ચેતન ભગતે ટ્વિટ કરીને લખ્યુ કે આત્મનિર્ભર થવાનો એ અર્થ નથી કે લોકોને ઘટિયા ઉત્પાદન ખરીદવા માટે મજબૂર કરવામાં આવે. આત્મનિર્ભરના અર્થ હોવો જોઈએ કે લોકલ ઉત્પાદનોને એટલા સારા બનાવવામાં આવે કે લોકો બીજા ઉત્પાદનોને ભૂલીને તેને ખરીદવા માટે મજબૂર થઈ જાય. આ કોઈ પહેલો મોકો નથી ચેતન ભગત આ પહેલા પણ સરકારના નિર્ણયો પર કટાક્ષ કરી ચૂક્યા છે.

લૉકડાઉન-2 પર કર્યુ હતુ ટ્વિટ

કોરોનાના સંક્રમણને રોકવા માટે 14 એપ્રિલ સુધી પહેલા તબક્કાનુ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ જેના કારણે મોટી સંખ્યામાં લોકો બીજા રાજ્યમાં ફસાઈ ગયાહતા. લોકોને આશા હતી કે 15 એપ્રિલથી લૉકડાઉન હટી જશે અને તે ઘરે જઈ શકશે પરંતુ આવુ થયુ નહિ. પીએમ મોદીએ ત્રણ મે સુધી લૉકાડાઉન-2 લાગુ કરી દીધુ. જેના પર ટ્વિટ કરીને ચેતન ભગતે લખ્યુ કે 'હેલો, ક્યાં ચાલ્યા ભાઈ? ચલો ચલો, ગાડી અંદર, હેંગરમાં. અચ્છા' તેમના આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયુ હતુ.

Big Update: રેલવેએ બદલ્યો નિર્ણય, 30 જૂન સુધીની બધી બુક ટિકિટો રદBig Update: રેલવેએ બદલ્યો નિર્ણય, 30 જૂન સુધીની બધી બુક ટિકિટો રદ

English summary
chetan bhagat tweet on pm modi self reliance Appeal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X