Chhath Puja 2021: દિલ્હીમાં જાહેરમાં છઠ પૂજા પર પ્રતિબંધ, ખાનગી સ્થળોએ છૂટ રહેશે!
દિલ્હીમાં યમુના ઘાટ સહિત કોઈપણ જાહેર સ્થળોએ છઠ પૂજાનું આયોજન કરવામાં આવશે નહીં. ઉપરાજ્યપાલના નેતૃત્વમાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ છઠ પૂજા સંબંધિત સૂચનાઓ જારી કરી છે.
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : દિલ્હીમાં યમુના ઘાટ સહિત કોઈપણ જાહેર સ્થળોએ છઠ પૂજાનું આયોજન કરવામાં આવશે નહીં. ઉપરાજ્યપાલના નેતૃત્વમાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ છઠ પૂજા સંબંધિત સૂચનાઓ જારી કરી છે. DDMA એ કહ્યું કે કોવિડની વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓથોરિટીએ લોકોને સલાહ આપી છે કે તે પોતાના ઘરે સુરક્ષિત રીતે છઠ પૂજા ઉજવે.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છઠ પૂજા તહેવારને જાહેર સ્થળો/જાહેર મેદાન/નદી કિનારો, મંદિરો વગેરેમાં ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હીમાં COVID નિવારક પગલાં 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે. ગયા વર્ષે પણ દિલ્હી સરકારે છઠ પૂજાની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો.
DDMA એ કહ્યું છે કે, જાહેર સ્થળોએ છઠ પુજા આયોજિત કરવામાં આવશે નહીં. પરંતુ જો કોઈ તેના અંગત સ્થળે ખાનગી રીતે ઉજવણી કરવા માંગે છે તો તે કરી શકે છે. પરંતુ આ સમય દરમિયાન ભીડ, સામાજિક અંતર સહિત કોવિડને લગતા પગલાં લેવાના રહેશે. ઓથોરિટીએ લોકોને સલાહ આપી છે કે તે પોતાના ઘરે સુરક્ષિત રીતે છઠ પૂજાની ઉજવણી કરે. દિલ્હી સરકારે તમામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિત તમામ સંબંધિત એજન્સીઓને દિલ્હીમાં સાર્વજનિક સ્થળો, નદી કિનારો, મંદિરો વગેરેમાં છઠ પૂજા ન થાય તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે દર વર્ષે દિલ્હીમાં છઠ પૂજા ધામધૂમથી ઉજવવામાં આવે છે. બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તરપ્રદેશના છઠ્ઠના તહેવાર સાથે જોડાયેલા લાખો લોકો યમુના નદીના કિનારે અને કૃત્રિમ તળાવ પર એકસાથે પૂજા કરે છે. પરંતુ કોરોના રોગચાળાને કારણે છેલ્લા એક વર્ષથી છઠ પૂજાના જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી.












Click it and Unblock the Notifications
