For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ વિધાનસભા : ભાજપની કોંગ્રેસ પર જીત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

છત્તીસગઢ, 8 ડિસેમ્બર:

અપડેટ: 6.45 pm:

છેલ્લા આંકડાઓ પ્રમાણે છત્તીસગઢમાં ભાજપ 48 બેઠકોથી આગળ છે જ્યારે કોંગ્રેસ 40 બેઠકો જીતતું દેખાઇ રહ્યું છે. જ્યારે અન્યોના ફાળે 2 બેઠકો જાય છે.

છત્તીસગઢમાં મતદાન ગણતરી ચાલુ છે. અહીં અત્યાર સુધી 11 સીટોનો ટ્રેંડ જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસ 4 અને ભાજપ સાત સીટો પર આગળ ચાલી રહી છે. રાજ્યની 90 વિધાનસભા સીટો માટે થનારી મતગણતરી માટે 1375 ટેબલ લગાવવામાં આવ્યા છે. જેમાં 1375 મતગણના સુપરવાઇઝર, 1375 ગણતરી સહાયક અને 90 સામાન્ય સુપરવાઇઝર કામ કરશે. અહીં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપમાં છે.

chattisgarh

ભાજપના નેતા અને રમણ સિંહ મંત્રિમંડળના મંત્રી રાજેશ મૂણત પોતાના નજીક પ્રતિદ્વંદી કોંગ્રેસના વિકાસ ઉપાધ્યાયથી 369 મતોથી આગળ ચાલી રહ્યાં છે. પર્યટન મંત્રી બ્રજમોહન અગ્રવાલ પોતાના નજીકના પ્રતિદ્વંદી કોંગ્રેસની કિરણમયી નાયકથી 1,047 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ભાજપના વિક્રમ ઉસેંડી કોંગ્રેસીના મંતૂરામ પંવારથી 1318 મતોથી આગળ ચાલી રહ્યાં છે.

દંતેવાડા વિધાનસભા સીટ પર કોંગ્રેસની દેવતી કર્મા પોતાના નજીક પ્રતિદ્વંદી ભાજપના ભીમા મંડાવીથી 2644 મતોથી આગળ ચાલી રહ્યાં છે. દેવતી કર્મા મે મહિનામાં ઝીરમ ઘાટીમાં થયેલા નક્સલી હુમલામાં મોતને ભેટેલા કોંગ્રેસ નેતા અને સલવા ઝુડુમના સંસ્થાપકના મહેન્દ્ર કર્માની પત્ની છે. ખરસિયા વિધાનસભા સીટ પર દિવંગત નેતા નંદકુમાર પટેલના પુત્ર અને કોંગ્રેસના ઉમેશ પટેલ આગળ ચાલી રહ્યાં છે. ઝીરમ ઘાટીમાં થયેલા હુમલા પ્રદેશ કોંગ્રેસના નંદકુમાર પટેલ પણ મોતને ભેટ્યાં હતા.

તાજેતરમાં મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસ-39 અને ભાજપ-44 સાથે બરાબરી સાથે ચાલી રહી છે. જ્યારે અન્યને 3 સીટો મળી છે.

English summary
Vote counting for the Chhattisgarh state assembly elections that concluded on December 4, 2013 has started.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X