છત્તીસગઢમાં આમ આદમી પાર્ટી તમામ સીટો પર ચૂંટણી લડશે, કેજરીવાલે જાહેરાત કરી

દિલ્હી અને પંજાબ ફતેહ કર્યા બાદ આમ આદમી પાર્ટી સતત વિસ્તાર કરી રહી છે. હવે આમ આદમી પાર્ટીએ છત્તીસગઢમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આમ આદમી પાર્ટી છત્તીસગઢની તમામ સીટો પર ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટી સતત નવા રાજ્યો પર ફોક્સ કરી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલે છત્તીસગઢમાં ચૂંટણી લડવાની જાહેરાત કરીને શંખ ફુંકી દીધો છે. આમ આદમી પાર્ટી અધ્યક્ષ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બિલાસપુર રેલીને સંબોધીને મોટી જાહેરાત કરી હતી. બિલાસપુરના સાયન્સ કોલેજ મેદાનમાં કેજરીવાલે રાજ્યના ભૂપેશ બઘેલ અને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા.

Aam Aadmi Party

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લોકોને સંબોધતા કહ્યું કે, આજે કેજરીવાલના નેતૃત્વમાં પંજાબમાં વીજળી મફત છે. વીજળી આવે છે પણ વીજળીનું બિલ શૂન્ય આવે છે. આ પછી કેજરીવાલે કહ્યું કે છત્તીસગઢને ભગવાને બધું જ આપ્યું છે, પરંતુ એક વસ્તુ આપવાનું ભૂલી ગયા એને તે છે છત્તીસગઢને ઈમાનદાર નેતા. વીજળીના બિલ પર કેજરીવાલે કહ્યું કે, અહીં વીજળીનું બિલ આવે છે પરંતુ વીજળી નથી આવતી.

કેજરીવાલે ફ્રીબીઝ વિશે વાત કરતા કહ્યું કે, મેં સાત રેવડીઓ વહેંચી છે. તે તમને લૂંટી રહ્યા છે. આ પછી કેજરીવાલે લોકોને એક ગરીબ પરિવારના ઓછા ભણેલા બાળકની મહાન દેશના સમ્રાટ બનવાની કહાની સંભળાવી. આ સ્ટોરીમાં કેજરીવાલે નરેન્દ્ર મોદી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા.

આ સિવાય આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે લોકોને વચનો આપ્યા. તેમણ બીજેપી પર આકરા પ્રહારો કરીને કહ્યું કે, બીજેપીએ વ્યાપમ કૌભાંડ કરીને મધ્યપ્રદેશનું નામ બદનામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X