રાહુલ ગાંધીને રોકવાની કોશિશ તેમની હતાશા અને ડર દર્શાવે છેઃ છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલ
Bharat Jodo Nyay Yatra: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આસામમાં મંદિરમાં જતા કથિત રીતે રોકવા બદલ ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે.
તેમણે લખ્યું છે કે હું આસામ જઈ રહ્યો છુ. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ડરપોક છે. આસામ વિધાનસભા ચૂંટણીમાં નિરીક્ષક તરીકે કામ કરતી વખતે જ મને આનો અનુભવ થઈ ગયો હતો.

ભૂતપૂર્વ સીએમ ભૂપેશ બઘેલે લખ્યું, "ભારત જોડો ન્યાય યાત્રા" પર હુમલો અને રાહુલ ગાંધીને મળી રહેલા વિશાળ જન સમર્થનના ગભરાઈને તેમને રોકવાની કોશિશ તેમની હતાશા અને ડર દર્શાવે છે. આજે હું આસામની રાજધાની ગુવાહાટી પહોંચી રહ્યો છું. આવતીકાલે હું "ભારત જોડો ન્યાય યાત્રા"માં સામેલ થઈશ.''
બીજા એક ટ્વિટમાં ભૂપેશ બઘેલે લખ્યું- 'મંદિર જવાથી રોકવા? સમજો છો શું તમે? હવે ધાર્મિક સ્થળો પર પણ આમનું નિયંત્રણ ચાલશે? આ ગુંડાગીરી લાંબો સમય નહીં ચાલે... સમજી લો. જ્યારે પણ કોઈ સુબાહુ અને મારીચ કોઈને પૂજા કે યજ્ઞ કરવાથી રોકે છે, ત્યારે ભગવાન શ્રી રામ તેનો વધ કરે છે. અતિનો અંત નિશ્ચિત છે.
કોંગ્રેસનો આરોપ છે કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાના નવમાં દિવસે સોમવારે આસામના નગાંવ પહોંચ્યા હતા. તે બોરદોવા પોલીસ સ્ટેશનમાં સંત શ્રી શંકરદેવના જન્મસ્થળના દર્શન કરવા માટે ત્યાં ગયા હતા પરંતુ તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. સુરક્ષા દળોએ રાહુલ અને કોંગ્રેસના અન્ય નેતાઓને હૈબરગાંવમાં જ અટકાવી દીધા હતા.
રાયપુરમાં કોંગ્રેસે આસામમાં રાહુલ ગાંધીને મંદિરમાં જતા રોકવા સામે મૌન પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ગાંધી પ્રતિમાની સામે બેસીને મૌન વિરોધ કર્યો હતો. રાયપુર જિલ્લા અધ્યક્ષ ગિરીશ દુબેએ કહ્યું કે તેઓ આસામમાં ગુંડારાજનો વિરોધ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
