Chhattisgarh Election 2023 : જાણો કોણ છે બલિરામ કશ્યમ? જેને પીએમ મોદીએ પોતાના ગુરૂ ગણાવ્યા?
દેશના પાંચ રાજ્યોની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે રાજકિય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢ પહોંચ્યા અને રેલીને સંબોધિત કરી હતી.
જગદલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક બસ્તરના ગુરુનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ બસ્તરમાં પોતાના ગુરુનું નામ બલિરામ કશ્યપ જણાવ્યું છે. આ નામ આવ્યા બાદ લોકો તેમના વિશે જાણવાના પ્રયાસ કરી રહ્યા છે.

જગદલપુરના લાલબાગ મેદાનમાં પરિવર્તન રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલિરામ કશ્યપનું નામ લીધું હતું. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ બસ્તરની ધરતી પર આવે છે ત્યારે બલિરામ કશ્યપ યાદ આવે છે.
તેમણે કહ્યું કે, હું બસ્તરમાં સંગઠનનું કામ કરતો હતો. હું દરેક વિસ્તારમાં જતો હતો અને મેં અહીં ઘણો સમય વિતાવ્યો છે. સમગ્ર બસ્તરને સમજવું, આદિવાસી સમાજ અને તેમની સમસ્યાઓને સમજવા માટે બલિરામ કશ્યપજી એક રીતે મારા ગુરુની જેમ વર્ત્યા. હું વિકાસ દ્વારા તમારા પ્રયત્નોને પરત કરવાનો પ્રયાસ કરું છું.
વર્ષ 1998માં નરેન્દ્ર મોદીને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તે દિવસોમાં નરેન્દ્ર મોદી સતત બસ્તરના પ્રવાસે હતા. બસ્તરમાં રહેતા હતા ત્યારે નરેન્દ્ર મોદી બસ્તરના દરેક ખૂણે-ખૂણે જતા હતા અને બલિરામ કશ્યપ સાથે ચૂંટણી સભાઓ કરતા હતા.
આ દિવસોમાં નરેન્દ્ર મોદી બસ્તરના અંતરિયાળ વિસ્તારોમાં જતા હતા અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરતા હતા. બલિરામ કશ્યપ હંમેશા તેમની સાથે રહેતા. પીએમ મોદી ઘણીવાર બસ્તર વિસ્તારની પ્રખ્યાત ગોયલ ધર્મશાળામાં રોકાયા હતા.
કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બલિરામ કશ્યપ સાથેની નિકટતા તેમની બસ્તર ડિવિઝનની મુલાકાત દરમિયાન સૌથી વધુ ગાઢ બની હતી.
છત્તીસગઢની ભાજપ સરકારમાં રહી ચુકેલા કેદાર કશ્યપના પિતા બલિરામ કશ્યપ બસ્તર વિભાગના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે. તે ચાર વખત સાંસદ હતા. બલિરામ કશ્યપનો જન્મ વર્ષ 1936માં થયો અને 1972 થી 1992 સુધી મધ્ય પ્રદેશ વિધાનસભાના સભ્ય રહ્યા. દરમિયાન તે 1977 થી 78 સુધી મધ્ય પ્રદેશ સરકારમાં રાજ્ય મંત્રી હતા. તે 1978 થી 1980 અને 1998 થી 1992 સુધી આદિજાતિ કલ્યાણ મંત્રી પણ રહ્યા.
આ પછી તેઓ પ્રથમ વખત 1998 થી 1999 સુધી એક વર્ષ માટે લોકસભામાં સાંસદ રહ્યા. ત્યારબાદ તેઓ 1999માં એટલે કે 13મી લોકસભા, 2004માં 14મી લોકસભા અને 2009માં 15મી લોકસભામાં સતત સાંસદ રહ્યા. તેમણે સતત ચાર ટર્મ સુધી લોકસભાના સભ્ય તરીકે વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું.
બલિરામ કશ્યપ વિશે કહેવાય છે કે બસ્તર ક્ષેત્રમાં તેમનો હંમેશા ઘણો પ્રભાવ હતો. 2003 અને 2008ની વિધાનસભા ચૂંટણીમાં બસ્તરમાં બીજેપીની જીતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વર્ષ 2003માં ભારતીય જનતા પાર્ટીને બસ્તર ક્ષેત્રમાંથી 12માંથી 9 બેઠકો મળી હતી. વર્ષ 2008માં ભાજપને 12માંથી 11 બેઠકો પર મોટી જીત મળી હતી, જેનો શ્રેય બલિરામ કશ્યપને જાય છે. વર્ષ 2011માં બલિરામ કશ્યપનું અવસાન થયું ત્યારપછી ભારતીય જનતા પાર્ટી બસ્તર ક્ષેત્રમાં કંઈ ખાસ કરી શકી નથી.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
