Chhattisgarh Election: EDએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે, અમને જીતનો પૂરો ભરોસોઃ ઉપ મુખ્યમંત્રી ટીએસ સિંહ
Chhattisgarh Election: છત્તીસગઢમાં આજે એટલે કે શુક્રવાર 17 નવેમ્બરની સવારથી બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, છત્તીસગઢના ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવે EDને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈડીએ તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, છત્તીસગઢના ઉપ મુખ્યમંત્રી ટીએસ સિંહદેવે કહ્યું કે લોકો તે પક્ષને મત આપશે જે તેમને લાગે છે કે તેમના કલ્યાણ માટે કામ કરશે. લોકો ઓપરેશન લોટસ વિશે પૂછી રહ્યા છે.

તેમણે કહ્યું કે રાજનીતિ માટે ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે. EDએ તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા અને ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ છત્તીસગઢના અંબિકાપુરથી ચૂંટણી લડી રહ્યા છે.
અંબિકાપુરના ઉમેદવાર કોંગ્રેસના નેતા ટીએસ સિંહ દેવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા અંબિકાપુરના મહામાયા મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે "અમને અમારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. દરેક જગ્યાએ સકારાત્મક સમાચાર છે."
ANI સાથે વાત કરતા, તેમણે વધુમાં કહ્યું, "કોંગ્રેસ જીતવા જઈ રહી છે. મારી પ્રાથમિકતા વ્યક્તિઓ અને પરિવારોની સુખાકારી છે. તમે 'ઈડીના પલ્લુ' પાછળ કેમ છૂપવાનો પ્રયાસ કેમ કરી રહ્યા છો." ટીએસ સિંહ દેવ કહે છે, "પાર્ટીએ ક્યારેય સીએમ માટે મારું નામ રજૂ કર્યું નથી. અમે સંયુક્ત નેતૃત્વમાં લડી રહ્યા છીએ અને તેનું નેતૃત્વ ભૂપેશ બઘેલ કરી રહ્યા છે."
તમને જણાવી દઈએ કે આ પહેલા 7 નવેમ્બરે છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 20 સીટો પર મતદાન થયું હતું અને આજે 70 સીટો માટે વોટિંગ થઈ રહ્યું છે. છત્તીસગઢમાં સવારે 9 વાગ્યા સુધી 5.71 ટકા મતદાન થયું છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાં 3 ડિસેમ્બરે મતગણતરી થશે.
મતદાનની વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને મોટા વચનો આપી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે તે છત્તીસગઢમાં ફરી પોતાની સરકાર બનાવશે અને ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ વખતે તે કોંગ્રેસનું સ્થાન લેશે અને છત્તીસગઢમાં પોતાની સરકાર લાવશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢના લોકોનો અંતિમ નિર્ણય 3જી ડિસેમ્બરે આવશે.












Click it and Unblock the Notifications
