For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યશવંત-જસવંતના કારણે બજારમાં વસંત: ચિદમ્બરમની ભાજપ પર ટિખળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 માર્ચ: નાણામંત્રી પી. ચિદમ્બરમે સેન્સેક્સમાં ઉછાળાને લઇને ભારતીય જનતા પાર્ટી પર ટિખળ કરી હતી. ચિદમ્બરમે વરિષ્ઠ નેતા યશવંત સિન્હા અને બળવાખોર નેતા જસવંત સિંહને લઇને ભાજપની ટિખળ કરી હતી.

ચિદમ્બરમે જણાવ્યું કે સેન્સેક્સે ત્યારે સેલિબ્રેશન કરવાનું શરૂ કર્યું જ્યારે યશવંત સિન્હાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો. અને સેન્સેક્સે પોતાની ઉજવણી ત્યારે પણ ચાલુ રાખી જ્યારે જસવંત સિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અત્રે નોંધનીય છે કે આ બંને નેતા ભાજપ શાસનમાં નાણા મંત્રી રહી ચૂક્યા છે.

ચિદમ્બરમે જણાવ્યું કે વિકાસના નજરીયાથી બે વર્ષ ખૂબ જ ખરાબ રહ્યા. તે થયું તત્કાલીન નાણામંત્રી યશવંત સિન્હાના કાર્યકાળમાં. તેઓ એક ભૂલાવવા લાયક યાદ છે અને મને આશા છે કે આ એવું જ રહેશે. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાને લઇને એક પ્રેસ કોન્ફ્રેન્સમાં આ તમામ ટિપ્પણીઓ કરી.

તેમણે જણાવ્યું કે મોદી કોઇ પણ વ્યક્તિને તેના ધર્મ અને જાતિના આધારે નિશાનો બનાવે છે, જે તેમના ચરિત્ર પર શંકા જન્માવે છે. જો મોદી અશોક ચૌહાણ પર સવાલ ઉઠાવે છે તો તેમણે એવા ભ્રષ્ટ લોકો પર પણ સવાલ ઉઠાવવા જોઇએ જે ભાજપમાં જ છે. ચિદમ્બરમે ત્યાં સુધી કહી દીધું કે મોદી જેવા નેતા પીએમ પદના ઉમેદવાર હોવા શરમજનક બાબત છે. કાશ હું વારાણસીથી ચૂંટણી લડી શકતો, પરંતુ મારી હિન્દી સારી નથી, જેથી મને ત્યાં ચૂંટણી પ્રચાર કરવામાં મુશ્કેલી આવશે. મારી ઇચ્છા છે કે મોદી મારા મત વિસ્તારથી ચૂંટણી લડે. કોંગ્રેસ મોદીના વિરુધ્ધ વારાણસીમાં મજબૂત ઉમેદવાર ઉતારશે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

સાથે સાથે ચિદમ્બરમે જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થા સ્થિર છે. હવે કોઇ પડવાની વાત નથી કહી રહ્યું. હાલનું નાણાકીય નુકસાન ખૂબ જ 35 અરબ ડોલર છે. વાર્ષિક અંત 4.5 ટકા રાજકોષીય નુકસાની સાથે થશે જે પહેલાથી જ અનુમાનિત હતું.

ચિદમ્બરમે મોદી પર પણ હુમલો કર્યો, જુઓ સ્લાઇડરમાં...

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

તેમણે જણાવ્યું કે મોદી કોઇ પણ વ્યક્તિને તેના ધર્મ અને જાતિના આધારે નિશાનો બનાવે છે, જે તેમના ચરિત્ર પર શંકા જન્માવે છે.

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

જો મોદી અશોક ચૌહાણ પર સવાલ ઉઠાવે છે તો તેમણે એવા ભ્રષ્ટ લોકો પર પણ સવાલ ઉઠાવવા જોઇએ જે ભાજપમાં જ છે.

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

ચિદમ્બરમે ત્યાં સુધી કહી દીધું કે મોદી જેવા નેતા પીએમ પદના ઉમેદવાર હોવા શરમજનક બાબત છે.

તો હું મોદીને પડકારત...

તો હું મોદીને પડકારત...

કાશ હું વારાણસીથી ચૂંટણી લડી શકતો, પરંતુ મારી હિન્દી સારી નથી, જેથી મને ત્યાં ચૂંટણી પ્રચાર કરવામાં મુશ્કેલી આવશે.

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

ચિદમ્બરમે જણાવ્યું કે મારી ઇચ્છા છે કે મોદી મારા મત વિસ્તારથી ચૂંટણી લડે.

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

ચિદમ્બરમના મોદી પર પ્રહાર

કોંગ્રેસ મોદીના વિરુધ્ધ વારાણસીમાં મજબૂત ઉમેદવાર ઉતારશે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

English summary
Chidambaram blasts Yashwant Sinha, says Modi for crony capitalism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X