ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો, આગોતરા જામીનની અરજી પર સુનાવણીનો ઈનકાર

આખો દેશ પીવી સિંધુની સફળતા પર ગર્વ અનુભવી રહ્યો છે અને આ વિશેષ પ્રસંગે ચાલો જાણીએ તેના જીવન વિશેની અમુક રસપ્રદ વાતો તે તમે નથી જાણતા.

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે આગોતરા જામીનવાળી અરજી ફગાવીને દિલ્લી હાઈકોર્ટનો છેલ્લો આદેશ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરમના વકીલને કહ્યુ કે તે અદાલતમાં નિયમિત જામીન અરજી દાખલ કરી શકે છે. કોર્ટે કહ્યુ કે આ અરજી 21 ઓગસ્ટના રોજ ચિદમ્બરની ધરપકડ કરાયા બાદથી નિરર્થક થઈ ગઈ હતી.

p Chidambaram

બીજી તરફ ચિદમ્બરના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે પૂર્વ કેન્દ્રીય મંત્રીની સીબીઆઈની કસ્ટડી અન ધરપકડના વિરોધમાં જે અરજી આપી હતી તે હજુ સુધી લિસ્ટ થઈ શકી નથી. કેસની સુનાવણી કરી રહેલ જજ જસ્ટીસ ભાનુમતિનુ કહેવુ હતુ કે સીજેઆઈના આદેશ પબાદ જ અરજીનું લિસ્ટિંગ થઈ શકે છે. કોર્ટે કહ્યુ કે રજિસ્ટ્રી આના પર યોગ્ય પગલા લેશે.

સુપ્રીમ કોર્ટમાં હવે ઈડીના કેસમાં સુનાવણી થઈ રહી છે. આ કેસમાં પી ચિદમ્બરમ તરફથી આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે જ્યારે ઈડી તરફથી પણ હવે સોગંદનામુ કરી દેવામાં આવ્યુ છે. આ દરમિયાન ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યુ કે ઈડીનું સોગંદનામુ અમારા સુધી પહોંચતા પહેલા જ મીડિયામાં જઈ ચૂક્યુ હતુ.

સિબ્બલની આ દલીલ પર ઈડી તરફથી રજૂ થઈ રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે સોગંદનામુ ચિદમ્બરના વકીલને અપાયા બાદ લીક થયુ હશે. તેમણે કહ્યુ કે કેસ ડાયરી હંમેશા કોર્ટમાં આપવામાં આવે છે. આના પર સિબ્બલે કહ્યુ કે કોર્ટનો આદેશ છે કે ઈડીની કેસ ડાયરીને પુરાવા તરીકે રજૂ ન કરી શકાય. બંને પક્ષો તરફથી આ અંગે તીખી ચર્ચા ચાલુ છે. તમને જણાવી દઈએ કે આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દિલ્લી સ્થિત તેમના ઘરેથી પી ચિદમ્બરમની ધરપકડ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X