• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સીજેઆઈ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે થશે રિટાયર, આવી શકે ઘણા ઐતિહાસિક ચૂકાદા

|

આ મહિને સુપ્રિમ કોર્ટમાંથી ઘણા મોટા અને ઐતિહાસિક ચૂકાદા આવશે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે રિટાયર થઈ જશે પરંતુ આ પહેલા તેઓ ઘણા ચર્ચિત કેસોની સુનાવણી કરશે. એવામાં તેમની આગેવાનીમાં ખંડપીઠે ઘણા મુદ્દાઓની સુનાવણી કરી જેના પર ચૂકાદા સુરક્ષિત રાખવામાં આવ્યા. હવે આ મોટા ચૂકાદા એક પછી એક આવી શકે છે. જે ચર્ચિત કેસોમાં સીજેઆઈ, દીપક મિશ્રા ચૂકાદા સંભળાવી શકે છે તેમાં આધાર, અયોધ્યા કેસ, સમલૈંગિકતા, સબરીમાલા મંદિર કેસ અને નોકરીમાં અનામત સહિત ઘણા મહત્વના કેસ શામેલ છે.

1. આધારની અનિવાર્યતા કેસ

1. આધારની અનિવાર્યતા કેસ

આધારની અનિવાર્યતાનો કેસ 10 મે રોજ સુપ્રિમ કોર્ટની બંધારણીય પીઠમાં સુનાવણી પૂરી થઈ. બંધારણીય પીઠે બધા પક્ષોની સુનાવણી બાદ ચૂકાદો સુરક્ષિત રાખ્યો. પાંચ જજોની બંધારણીય ખંડપીઠ નક્કી કરશે કે આધાર પ્રાઈવસીના મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરે છે કે નહિ. 38 સુનાવણી થઈ કોર્ટમાં. 17 જાન્યુઆરીથી શરૂ થઈ હતી આધારની સુનાવણી. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એ કે સીકરી. જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ અશોક ભૂષણની બંધારણીય ખંડપીઠે આધાર કેસની સુનાવણી કરી હતી. ચૂકાદો આવવા સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ઉપરાંત બાકી બધા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવવામાં આવી છે. આમાં મોબાઈલ સિમ તેમજ બેંક ખાતા પણ શામેલ છે. એજી કે કે વેણુગોપાલે કોર્ટમાં કહ્યુ હતુ કે આ સુપ્રિમ કોર્ટના ઈતિહાસમાં બીજી સૌથી મોટી સુનાવણી છે. આ પહેલા 1973 માં મૌલિક અધિકારો અંગે કેશવાનંદ ભારતી કેસની સુનાવણી લગભગ પાંચ મહિના ચાલી હતી.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનું મીડિયાને ફરમાન, દલિત શબ્દનો ઉપયોગ ના કરો

2. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ

2. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ

20 જુલાઈએ સુપ્રિમ કોર્ટનો એ ચૂકાદો સુરક્ષિત રાખ્યો કે બંધારણીય પીઠના 1994 ના ચૂકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે કે નહિ. વાસ્તવમાં સુપ્રિમ કોર્ટે ટાઈટલ સૂટથી પહેલા હવે એ પાસાં પર સુનાવણી કરી રહ્યા હતા કે મસ્જિદમાં નમાઝ પઢવા ઈસ્લામના અભિન્ન અંગ છે કે નહિ. કોર્ટે એમ કહ્યુ હતુ કે પહેલા એ નક્કી થશે કે બંધારણીય ખંડપીઠના 1994 ના એ ચૂકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે કે નહિ કે મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામની આંતરિક બાબત નથી. ત્યારબાદ જ ટાઈટલ સૂટ પર વિચાર થશે.

વાસ્તવમાં 1994 માં પાંચ જજોની ખંડપીઠે રામ જન્મભૂમિમાં યથાસ્થિતિ જાળવી રાખવાના નિર્દેશ આપ્યા હતા જેથી હિંદુ પૂજા કરી શકે. પીઠે એમ પણ કહ્યુ હતુ કે મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામની આંતરિક બાબત નથી. 2010 માં અલાહાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપતા એક તૃતીયાંશ હિંદુ, એક તૃતીયાંશ મુસ્લિમ અને એક તૃતીયાંશ રામ લલાને આપી હતી. મુસ્લિમ પક્ષ તરફથ દલીલ કરતા રાજીવ ધવને તાલિબાન દ્વારા બુદ્ધની મૂર્તિ તોડાયાનું ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે તેમને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે 1992 માં જે મસ્જિદ પાડવામાં આવી તે હિંદુ તાલિબાનીઓ દ્વારા પાડવામાં આવી હતી. મુસ્લિમ પક્ષ તરફથી ઉત્તરપ્રદેશ સરકાર પર આરોપ લગાવીને સરકારને આ મામલે નિયુટ્લ ભૂમિકા રાખવાની હતી પરંતુ તેમણે આને તોડી દીધી. ગઈ સુનાવણીમાં શિયા વકફ બોર્ડ તરફથી કહેવામાં આવ્યુ કે અમે આ મહાન દેશમાં સૌહાર્દ, એકતા, શાંતિ અને અખંડતા માટે અયોદ્યાની વિવાદિત જમીન પર મુસલમમાનોનો હિસ્સો રામ મંદિરને આપવા માટે રાજી છીએ.

3. સમલૈંગિકતા

3. સમલૈંગિકતા

17 જુલાઈના રોજ ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે કલમ 377 ની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખીને એ સ્પષ્ટ કર્યુ કે આ કાયદાને સંપૂર્ણપણે રદ કરવામાં નહિ આવે. કોર્ટે કહ્યુ કે તે બે સંલૈંગિક વયસ્કો દ્વારા સંમતિથી બનાવાયેલા યૌન સંબંધો સુધી જ સીમિત રહેશે. પીઠે કહ્યુ કે જો કલમ-377 ને સંપૂર્ણપણે રદ કરવામાં આવશે તો અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. અમે માત્ર બે સંલૈંગિક વયસ્કો દ્વારા સંમતિથી બનાવાયેલા યૌન સંબંધ પર વિચાર કરી રહ્યા છે. અહીં સંમતિ મુખ્ય બિંદુ છે. પીઠે કહ્યુ કે તમે બીજાની સંમતિ વિના પોતાના યૌન સંબંધને થોપી શકો નહિ. પીઠે એમ પણ કહ્યુ કે જો કોઈ પણ કાયદો મૌલિક અધિકારોનું હનન કરતો હોય તો અમે કાયદામાં સંશોધન કરવા કે તેને રદ કરવા માટે બહુમતવાળી સરકારના નિર્ણયની રાહ જોઈ શકીએ નહિ.

પીઠે કહ્યુ, ‘મૌલિક અધિકારોનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તે અદાલતને રદ કરવાનો અધિકાર આપે છે. અમે બહુમતવાળી સરકાર દ્વારા કાયદાને રદ કરવાની રાહ જોઈ શકીએ નહિ. જો કાયદો બંધારણીય છે તો તે કાયદાને રદ કરવો અદાલતની ફરજ છે. વાસ્તવમાં પીઠે આ ટીપ્પણી ત્યારે કરી જ્યારે ચર્ચના એક એસોસિએશન તરફથી આવેલા વકીલ શ્યામ જ્યોર્જે કહ્યુ કે એ અદાલતનું કામ નથી, કાયદો બનાવવો કે સુધારો કરવો સંસદનું કામ છે. તેમનું કહેવુ હતુ કે ‘અપ્રાકૃતિક યૌન સંબંધ' પ્રકૃતિની વિરુદ્ધ છે અને દંડાત્મક જોગવાઈમાં સંમતિની વાત નથી.

પીઠે કહ્યુ કે પ્રાકૃતિક અને સ્વાભાવિક શું છે? શું બાળક પેદા કરવા માટે જ યૌન સંબંધ બનાવવા પ્રાકૃતિક છે. શું એવા યૌન સંબંધ જેનાથી બાળક પેદા નથી થતા તે પ્રાકૃતિક નથી. વળી, એક એનજીઓ તરફથી આવેલા એક વરિષ્ઠ વકીલ કે રાધાકૃષ્ણને પીઠ સમક્ષ દાવો કર્યો કે સમલૈંગિકતા એઈડ્ઝમાં વધારો કરે છે. જવાબમાં પીઠે કહ્યુ કે લોકો વચ્ચે એવી માન્યતા છે કે સમલૈંગિક સંબંધ રાખનારા લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર હોય છે. પીઠે કહ્યુ કે જો આપ વેશ્યાવૃત્તિને લાયસન્સ આપો છો તો તમે તેના પર નિયંત્રણ રાખો છો. જો તમે તેને છૂપાવીને કરવા ઈચ્છો છો તો તેમાં સ્વાસ્થ્ય સંબંધિત બિમારી થાય છે. પીઠે એમ પણ કહ્યુ કે અસુરક્ષિત સંબંધથી એઈડ્ઝનું જોખમ થાય છે સમલૈંગિકતાથી નહિ.

4. IPC-497

4. IPC-497

9 ઓગસ્ટે સુપ્રિમ કોર્ટે વ્યભિચારની કલમ IPC-497 પર પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. પાંચ જજોની ખંડપીઠ નક્કી કરશે કે આ કલમ બંધારણમીણ છે કે નહિ કારણકે તેમાં માત્ર પુરુષોને આરોપી બનાવવામાં આવે છે મહિલાઓને નહિ. વ્યભિચાર માટે ભારતીય દંડસંહિતા એટલે કે IPC-497 ની કલમને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કાયદાનું સમર્થન કર્યુ છે. કેન્દ્ર સરકે આઈપીસીની કલમ 497 નું સમર્થન કર્યુ. કેન્દ્ર સરકારે કહ્યુ કે સુપ્રિમ કોર્ટ પણ કહી ચૂક્યુ છે કે વ્યભિચાર લગ્ન સંસ્થા માટે જોખમ છે અને પરિવારો પર પણ આની અસર પડે છે. કેન્દ્ર સરકાર તરફથી એએસજી પિંકી આનંદે કહ્યુ કે પોતાના સમાજમાં થઈ રહેલા વિકાસ અને ફેરફારના દ્રષ્ટિકોણથી કાયદાએ જોવુ જોઈએ પશ્ચિમી સમાજના દ્રષ્ટિકોણથી નહિ. સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ કે પરિણીત મહિલા જો કોઈ પરિણીત પુરુષ સાથે સંબંધ બનાવે તો માત્ર પુરુષ જ દોષિત કેમ? મહિલા પણ ગુનાની એટલી જ જવાબદાર છે.

વ્યભિચાર અંગે ભારતીય દંડસંહિતાની કમલ 497 ને પડકારતી અરજી પર સુપ્રિમ કોર્ટે કહ્યુ. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યુ કે જો વિવાહિત પુરુષ કોઈ વિવાહિત મહિલા સાથે સેક્સ કરે તો તે વ્યભિચાર નથી થતો. કોર્ટે કહ્યુ કે લગ્નની પવિત્રતા જાળવી રાખવી એ પતિ અને પત્ની બંનેની જવાબદારી છે. કોર્ટે કહ્યુ કે 497 હેઠળ માત્ર પુરુષને દોષિત માનવો એ આઈપીસીની એક અનોખી જોગવાઈ છે જેમાં માત્ર એક પક્ષને જ દોષિત માનવામાં આવે છે. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યુ કે જો વિવાહિત મહિલાના પતિની સંમતિથી કોઈ વિવાહિત પુરુષ સંબંધ બનાવે તો તે ગુનો નથી. આનો અર્થ એ થયો કે શું મહિલા પુરુષની કોઈ ખાનગી મિલકત છે કે તે તેની મરજીથી ચાલે.

5. સબરીમાલા મંદિર

5. સબરીમાલા મંદિર

3 ઓગસ્ટે કેરળના સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર રોક સામેની અરજી પર બંધારણીય ખંડપીઠે ચૂકાદો સુરક્ષિત રાખી લીધો હતો. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે ટીપ્પણી કરતા પૂછ્યુ કે મહિલાઓને ઉંમરના હિસાબે પ્રવેશ આપવો બંધારણ મુજબ છે? સુપ્રિમ કોર્ટે કહ્યુ કે કલમ 25 બધા વર્ગો માટે સમાન છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે મંદિર દરેક વર્ગ માટે છે કોઈ ખાસ માટે નથી. દરેક જણ મંદિરમાં આવી શકે છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે બંધારણ ઈતિહાસ પર નથી ચાલતો પરંતુ તે આર્ગેનિક અને વાઈબ્રન્ટ છે.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ ટીપ્પણી કરી કે દેશમાં પ્રાઈવેટ મંદિરમાં કોઈ સિદ્ધાંત નથી. મંદિર પ્રાઈવેટ સંપત્તિ નથી તે સાર્વજનિક સંપત્તિ છે એવામાં સાર્વજનિક સંપત્તિમાં જો પુરુષને પ્રવેશની મંજૂરી હોય તો પછી મહિલાને પણ પ્રવેશની મંજૂરી મળવી જોઈએ. એક વાર મંદિર ખુલે તો તેમાં કોઈ પણ જઈ શકે છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે કહ્યુ કે બંધારણના અનુચ્છેદ 25 હેઠળ બધા નાગરિક કોઈ પણ ધર્મની પ્રેકટીસ કે પ્રસાર કરવા માટે સ્વતંત્ર છે. આનો અર્થ એ છે કે એક મહિલાના નાતે તમારો પ્રાર્થના કરવાનો અધિકાર કોઈના વિધાનને આધીન નથી. તે બંધારણીય અધિકાર છે.

6. ગુનાહિત નેતાઓની ચૂંટણી લડવા પર રોક

6. ગુનાહિત નેતાઓની ચૂંટણી લડવા પર રોક

ગુનાહિત નેતાઓને ચૂંટણી લડવાથી રોકવાની અરજી પર સુપ્રિમ કોર્ટ ચૂકાદો આપશે. વાસ્તવમાં સુપ્રિમ કોર્ટની બંધારણીય ખંડપીઠેમાં તે અરજી પર સુનાવણી ચાલી રહી હતી જેમાં માંગ કરવામાં આવી છે કે ગંભીર ગુનાઓમાં સજા 5 વર્ષથી વધુ હોય અને જો કોઈ વ્યક્તિ સામે આરોપ નક્કી થાય તો તેને ચૂંટણી લડવાથી રોકવામાં આવે. જો કોઈ સાંસદ કે ધારાસભ્ય છે તો તેનું સભ્યપદ રદ કરવુ જોઈએ. પાંચ જજોની બંધારણીય ખંડપીઠે કેન્દ્રને પૂછ્યુ હતુ કે શું ચૂંટણી કમિશનને એ શક્તિ આપી શકાય કે તે ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારને ચૂંટણીમાં ઉતારે તો તેને (તે ઉમેદવારને) ચૂંટણી ચિહ્ન આપવાનો ઈનકાર કરી દે? કેન્દ્ર તરફથી એજી કે કે વેણુગોપાલે આનો વિરોધ કર્યો અને કહ્યુ કે તે ચૂંટેલા પ્રતિનિધિઓ જ નક્કી કરી શકે છે કોર્ટ નહિ. આ કામ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું છે કે આ અદાલતમાં બેઠેલા પાંચ જજોનું?

સીજેઆઈ દીપક મિશ્રાએ કેન્દ્રને કહ્યુ કે અમે અમારા આદેશમાં એ જોડી શકીએ કે જો અપરાધીઓને ચૂંટણીમાં ઉમેદવાર બનાવામાં આવ્યા તો તેમને ચૂંટણી ચિહ્ન આપવામાં ન આવે. એજીએ કહ્યુ કે જો આવુ કરવામાં આવ્યુ તો રાજકીય દળોમાં વિરોધી એકબીજા પર ગુનાહિત કેસ કરશે. કોર્ટે દેશની વાસ્તવિકતા જોવી જોઈએ. ચૂંટણી ખર્ચની સીમા નક્કી કરવી દેશની સૌથી મોટી મજાક છે. ઉમેદવાર પોતાના ક્ષેત્રમાં લગભગ 30 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. ચૂંટણી સમયે ઉમેદવાર સામે વધુ કેસ ફાઈલ થશે. સંસદીય સ્થાયી સમિતિમાં આના પર વિચાર કર્યો હતો અને ફગાવી દીધી હતી.

જો કે જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાએ ચીફ જસ્ટીસના કથનથી અસંમતિ વ્યક્ત કરી અને કહ્યુ કે આનાથી લોકો રાજકીય બદલો લેશે. ચૂંટણી લડવાની અયોગ્યતા દોષિત કરાર થયા બાદ થાય. જસ્ટીસ રોહિંટન ફલી નરીમને કહ્યુ કે કોર્ટ સંસદના ક્ષેત્રાધિકારમાં નથી જઈ રહ્યુ. જ્યાં સુધી સંસદ કાયદો ન બનાવે ત્યાં સુધી અમે ચૂંટણી કમિશનને આદેશ આપીશુ કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને ચૂંટણી ચિહ્ન ન આપે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે કહ્યુ કે પક્ષને માન્યતા આપતી વખતે ચૂંટણી કમિશન કહે છે કે પક્ષને કેટલા મત લેવાના રહેશે. વળી ચૂંટણી કમિશન પોતે જ શરત લગાવી શકે છે કે ગુનાહિત છબીવાળા પક્ષોના ઉમેદવાર ન બને. આવો વ્યક્તિ કોઈ રાજકીય પક્ષમાંથી ચૂંટણી ના લડી શકે. જો કે તે પોતે ચૂંટણી લડી શકે છે. આ રીતે તે ચૂંટણી લડવાના અધિકારથી વંચિત નહિ થાય. એજીએ કહ્યુ પરંતુ રાજકીય પક્ષોનો અધિકાર છીનવી લેવામાં આવશે અને તે બંધારણીય હશે. વાસ્તવમાં માર્ચ 2016 માં સુપ્રિમ કોર્ટમાં આ કેસ પાંચ જજોની ખંડપીઠને વિચાર કરવા માટે મોકલ્યો હતો. આ કેસમાં અશ્વિની કુમાર ઉપાધ્યાય ઉપરાંત મુખ્ય ચૂંટણી અધિકારી જે એલ લિંગદોહ અને અન્ય એનજીઓની અરજીઓ છે.

7. એસસી-એસટી પ્રમોશનમાં અનામત

7. એસસી-એસટી પ્રમોશનમાં અનામત

30 ઓગસ્ટે સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત કેસમાં સુપ્રિમ કોર્ટની બંધારણીય ખંડપીઠે સુનાવણી પૂરી કરીને ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. મુખ્ય જજ દીપક મિશ્રા, જસ્ટીસ કુરિયન જોસેફ, જસ્ટીસ રોહિંટન નરીમન, જસ્ટીસ સંજય કિશન કૌલ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની બંધારણીય પીઠ સામે આ પ્રકારના કોટા સામે 2006 ના નાગરાજ ચૂકાદા પર ફરીથી વિચાર કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી પૂરી થઈ ગઈ છે. બંધારણીય ખંડપીઠે એ નક્કી કરવાનુ છે. કે 12 વર્ષ જૂના આદેશ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે કે નહિ. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જ્યાં નોકરીમાં પ્રમોશનમાં અનામતની વકીલાત કરી છે ત્યાં અરજીકર્તાઓએ આનો વિરોધ કર્યો છે. કેન્દ્રએ કહ્યુ છે કે બંધારણમાં એસસી એસટીને પછાત જ ગણવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમા 2006 મા નાગરાજ વિરુદ્ધ બારત સંઘના કેસમાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આ મુદ્દે નિષ્કર્ષ કાઢ્યો કે રાજ્યમાં નોકરીમાં પ્રમોશન કેસમાં અનુસૂચિત જાતિ-અનુસૂચિત, જનજાતિ માટે અનામત માટે બાધ્ય નથી. જો કે જો તેઓ પોતાના વિવેકાધિકારનો પ્રયોગ કરવા ઈચ્છે અને આ પ્રકારની જોગવાઈ કરવા ઈચ્છે તો રાજ્યને સમાજના પછાતપણા અને સાર્વજનિક રોજગારમાં તે સમાજના પ્રતિનિધિત્વની અપૂર્ણતા દર્શાવનાર માત્રાત્મક ડેટા ભેગે કરવાનો રહેશે. સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે શું એસસી-એસટીમાં ક્રિમી લેયરના નિયમ લાગુ થાય છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે એસસી-એસટીમાં ક્રિમી લેયર અંગે કોઈ નિર્ણય નથી.

8. અદાલતી કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ

8. અદાલતી કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ

24 ઓગસ્ટે રાષ્ટ્રીય મહત્વના કેસોમાં અદાલતની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ અંગે સુપ્રિમ કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે કહ્યુ કે અદાલતી કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગથી પારદર્શિતા વધશે અને તે ઓપન કોર્ટનો સાચો સિદ્ધાંત હશે. સીજેઆઈ દીપક મિશ્રાએ કહ્યુ કે અયોધ્યા અને અનામત જેવા મુદ્દાઓની લાઈવ સ્ટ્રીમિંગ નહિ થાય. આ દરમિયાન જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે કહ્યુ કે અમે ઓપન અદાલત લાગૂ કરી રહ્યા છે. એ ટેકનોલોજીના દિવસ છે. આપણે પોઝિટીવ વિચારવુ જોઈએ અને જોવુ જોઈએ કે દુનિયા ક્યાં જઈ રહી છે.

કોર્ટમાં જે સુનાવણી થાય છે તે વેબસાઈટ તેને થોડી વાર પછી બતાવે છે. આમાં કોર્ટની ટિપ્પણી પણ થાય છે. સ્પષ્ટ છે કે ટેકનોલોજી ઉપલબ્ધ છે. આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી એજી કે કે વેણુગોપાલે સુપ્રિમ કોર્ટે ગાઈડલાઈન દાખલ કરી છે. એ મુજબ લાઈવ સ્ટ્રીમિંગ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચીફ જસ્ટીસની કોર્ટમાંથી શરૂ થાય. તેમાં બંધારણીય મુદ્દા અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા શામેલ થાય. વૈવાહિક વિવાદ, સગીરા સાથે જોડાયેલા કેસ, રાષ્ટ્રીય સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દ સાથે જોડાયેલા કેસની લાઈવ સ્ટ્રીમિંગ ન થાય. લાઈવ સ્ટ્રીમિંગ માટે એક મીડિયા રૂમ બનાવવામાં આવી શકે છે. જેને લિટિગેટ, પત્રકાર અને વકી ઉપયોગ કરી શકે. આનાથી કોર્ટરૂમની ભીડભાડ ઓછી થશે. એક વાર કોર્ટ ગાઈડલાઈન ફ્રેમ કરે, ત્યારબાદ સરકાર ફંડ રિલીઝ કરશે. એક વકીલે આનો વિરોધ પણ કર્યો અને કહ્યુ કે આનાથી કોર્ટની ટીપ્પણીની ખોટી વ્યાખ્યા કરવાનું જોખમ વધી જશે.

આ પણ વાંચોઃ હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, દેવગૌડાની પીએમને હસ્તક્ષેપ કરવાની અપીલ

English summary
chief justice dipak mishra last month in supreme court 8 impactful cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more