પંજાબમાં કાનુન વ્યવસ્થા મુદ્દે મુખ્યમંત્રી ભગવંત માને ચુપ્પી તોડી, જાણો શું કહ્યું?

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર છેલ્લા કેટલાક સમયથી સતત કાનુન વ્યવસ્થાને લઈને વિપક્ષના નિશાના પર છે. હવે આ મામલે મુખ્યમંત્રી ભગવંત માને ચુપ્પી તોડી છે.

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર છેલ્લા કેટલાક સમયથી સતત કાનુન વ્યવસ્થાને લઈને વિપક્ષના નિશાના પર છે. હવે આ મામલે મુખ્યમંત્રી ભગવંત માને ચુપ્પી તોડી છે. વિપક્ષના આરોપો પર પલટવાર કરતા ટ્વિટ કરીને કહ્યું કે, જે વિપક્ષી નેતાઓ રાજ્યની જેલો તોડતા રહ્યા, મહિલાઓની ઈજ્જત બચાવતા પોલીસ અધિકારીઓને બજારમાં ગોળી મારીને મારી નાખવામાં આવ્યા, તેમને અમારી પાસેથી હિસાબ માંગવાનો કોઈ અધિકાર નથી.

bhagwant mann

ભગવંત માન સરકાર સતત પંજાબમાં કાનુન વ્યવસ્થામાં સુધારો થયો હોવાનો દાવો કરી રહી છે ત્યારે ભગવંત માને આગળ કહ્યું કે, રાજ્યની શાંતિ સાથે કોઈને ખીલવાડ કરવા દેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી ભગવંત માને પોતાના ટ્વીટમાં કહ્યું કે, જે નેતાઓએ રાજ્યમાં ગુંડાઓ બનાવ્યા, ડ્રગ્સ સ્મગલરો સાથે સમજૂતી કરી, આજકાલ એ જ નેતાઓ શાંતિની બૂમો પાડી રહ્યા છે અને અમારી પાસેથી હિસાબ માંગી રહ્યા છે.

પંજાબમા આમ આદમી પાર્ટીએ કાનુન વ્યવસ્થાને લઈને પણ મોટા દાવા કર્યા છે ત્યારે મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, આવા વિરોધી નેતાઓએ પહેલા આત્મમંથન કરવાની જરૂર છે અને તેમના સમયમાં રાજ્યમાં કેવી સ્થિતિ હતી તે સમજવાની જરૂર છે. ભગવંત માને કહ્યું કે શાંતિ અને સંવાદિતાનો હિસાબ માંગનારા નેતાઓ કેન્ડલ માર્ચ કાઢીને તાલિબાન જેવું વર્તન કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X