ભગવંત માને મુખ્યમંત્રી રાહત ફંડની માહિતી જાહેર કરી
સમગ્ર પંજાબમાં થયેલ ભારે વરસાદના કારણે રાજ્યભરના કેટલાય વિસ્તારોમમાં પૂર જેવા હાલાત બની ગયા છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા સતત પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને પૂર પ્રભાવિત લોકોને રાહત પહોંચાડવા માટે કેટલાય પ્રકારના પ્રયત્નો કરવામામં આવી રહ્યા છે.

આ ગંભીર સ્થિતિ સામે નિપટવા માટે પંજાબ સરકાર દ્વારા બી.એસ.એફ અને એનડીઆરએફની ટીમો મેજદાનમાં ઉતારી છે જેના દ્વારા સતત 24 કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામમાં આવી રહ્યું છે જેથી નાગરિકોના જીવ બચાવી શકાય.
આ દરમિયાન પંજાબ સરકાર દ્વારા પંજાબ ચીફ મિનિસ્ટર રિલીફ ફંડની ડિટેલ જાહેર કરવામાં આવી છે જેથી લોકોને સહાયતા દરમિયાન કોઈપણ પ્રકારના પૈસાની કમી ના આવે અને કોઈપણ સમસ્યા વિના બચાવકાર્ય ચાલુ રહે.












Click it and Unblock the Notifications
