રાજસ્થાનમાં જન્મ્યું 4 હાથ વાળું બાળક, વિચિત્ર બાળકને જોવા લોકોની ભીડ ઉમટી
રાજસ્થાનમાં જન્મ્યું 4 હાથ વાળું બાળક, વિચિત્ર બાળકને જોવા લોકોની ભીડ ઉમટી
ટોંકઃ શારીરિક રૂપે અસામાન્ય બાળક પેદા થવાના મામલા અવારનવાર સામે આવતા રહે છે. કંઈક આવું જ રાજસ્થાનના ટોંક જિલ્લામાં થયું છે. અહીં ચાર હાથ વાળું બાળક જન્મ્યું છે, જ ચર્ચાનો વિષય બન્યું છે. આ વિચિત્ર બાળકને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી રહી છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ બાળની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

માલપુરા સીએસીમાં પ્રસવ થયો
જણાવી દઈએ કે રાજસ્થાનના ટોંક જિલ્લાના દડાવતા નિવાસી રાજૂદેવી ગુર્જરને શુક્રવારે પ્રસવ પીડા ઉપડતાં માલપુરા સીએચસી લાવવામાં આવી. અહીં તેમણે સામાન્ય પ્રસવ દ્વારા એક દીકરો અને એક દીકરીને જન્મ આપ્યો. ખાસ વાત એ છેકે બાળકના ધડથી એક અર્ધવિકસિત બાળકીનું ભ્રૂણ પણ જોડાયેલ છે, જેના બે હાથ, બે પગ અને અન્ય અંગ વિકસિત છે.
માલપુરામાં આવો પહેલો મામલો
સીએચસીના ચિકિત્સકોનું કહેવું છે કે રાજૂદેવીના પેટમાં ત્રણ ભ્રૂણ ઉછરી રહ્યાં હતાં, તેમાંથી બે પરિપક્વ અને ત્રીજું અર્ધ વિકસિત રહી ગયું હતું. એવામાં તે બાળકીના શરીર સાથે કંઈક આવી રીતે જોડાઈ ગયું જાણે કે ચાર હા હોય. સંભવિત રીતે આવો આ પહેલો મામલો છે. આ નવજાતને જયપુર રેફર કરી દેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
