ચા પીવાથી બાળકનું મોત, જાણો કેમ હાનિકારક છે આ પીણું
વર્તમાન સમયમાં ચા જીવનનો અભિન્ન અંગ બની ગઇ છે. લગભગ દરેક વ્યક્તિને સવારે ઉઠીને ચા પીવાની આદત હોય છે. આવામાં તમને ખબર પડે કે, ચા પીવું જોખમી હોય શકે છે. મધ્યપ્રદેશથી આવી રહેલા એક સમાચારથી આ સવાલ હાલ સળગી રહ્યો છે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, દોઢ વર્ષના બાળકનું ચા પીવાને કારણે મોત થયું હતું. રિપોર્ટ અનુસાર ચા પીધા બાદ તરત જ બાળકનો શ્વાસ બંધ થઈ ગયો હતો, હોસ્પિટલના ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુનું કારણ શું છે, તે હાલ સ્પષ્ટ થયું નથી.

હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, બાળકને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, તેથી મૃત્યુના કારણ અંગે હાલમાં કોઈ દાવો કરી શકાય નહીં. જોકે, આ રિપોર્ટમાં ચોક્કસપણે સવાલો ઉભા થયા છે કે, શું ખરેખર ચા પીવી બાળકો માટે ખતરનાક બની શકે છે?
તે સ્પષ્ટ નથી કે બાળકો માટે ચાના પાણીની કેવા પ્રકારની અસર થઈ શકે છે. સંશોધન દર્શાવે છે કે, ચા (ખાસ કરીને કાળી અને લીલી ચા)માં કેફીન હોય છે. કેફીન, એક ઉત્તેજક, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈપણ માત્રામાં આગ્રહણીય નથી. તે ઊંઘમાં મુશ્કેલી અને ગભરાટથી માંડીને પેશાબના ઉત્પાદનમાં વધારો અને સોડિયમ/પોટેશિયમના સ્તરમાં ઘટાડો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. બાળકો માટે, આ સમસ્યાઓ ગંભીર આડઅસર પણ કરી શકે છે.
સંશોધકોની ટીમ કહે છે, હર્બલ-ટી છોડના પાંદડા, મૂળ અને બીજમાંથી બનાવવામાં આવે છે. આમાં સામાન્ય રીતે કેફીન હોતું નથી, જેમાંથી કેટલાક બાળકો માટે સલામત હોય શકે છે.
અત્રે નોંધનીય છે કે, બાળકો સહિત કેટલાક લોકોને ચામાં રહેલા જડીબુટ્ટીઓથી એલર્જી હોય શકે છે, એલર્જી એ બીજી ચિંતાનો વિષય છે.
એલર્જીક પ્રતિક્રિયાના લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ અને ગળા, હોઠ, જીભ અને ચહેરા પર સોજો આવી શકે છે.
સંશોધકો શું કહે છે? - આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, જડીબુટ્ટીઓ અથવા ચા નાના બાળકોને કેવી રીતે અસર કરે છે, તેના પર વધુ સંશોધન નથી. એટલા માટે નાના બાળકોને ચા પીવડાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. આયુર્વેદના કેટલાક અહેવાલો સૂચવે છે કે, ઉકાળો પીવાથી ઉધરસ અને સામાન્ય ફ્લૂમાં મદદ મળી શકે છે, પરંતુ તેની પુષ્ટિ કરવા માટે પૂરતા અભ્યાસ નથી.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
