Farmer Protestને પગલે બંધ થઈ ચિલ્લા- ગાઝીપુર બોર્ડર

Farmer Protestને પગલે બંધ થઈ ચિલ્લા- ગાઝીપુર બોર્ડર

Farmer Protest: પાછલા 46 દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલ નવા કૃષિ કાનૂન પરત લેવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલ આઠમા તબક્કાની વાતચીત પણ પરિણામ રહિત રહી. વાતચીતથી કંઈ ઉકેલ ના નિકળતાં ખેડૂતોએ પોતાનું આંદોલન વધુ તેજ કરી દીધું છે.

Farmer Protest

ખેડૂત આંદોલનને કારણે ચિલ્લા, ગાઝીપુર, સિંધૂ, ઔચંદી, પિયાઉ મનિયારી, સબોલી અને મંગેશ બોર્ડર બંધ કરી દીધી છે. આ રસ્તેથી યાત્રા કરતા યાત્રિઓને થતી અસુવિધાથી બચાવવા માટે દિલ્હી ટ્રાફિક પોલીસ સમયે સમયે વૈકલ્પિક માર્ગેથી જવાની સલાહ આપી રહી છે.

નોઈડા અને ગાઝિયાબાદ તરફથી દિલ્હી જતા અને આવતા યાત્રીઓએ કયા રસ્તેથી આવવું જોઈએ અને કોનાથી બચવું જોઈએ તેને લઈ દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે. રવિવારે દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જાહેર કરતા કહ્યું કે, નોઈડા અને ગાઝિયાબાદથી દિલ્હી જતા યાત્રી અસુવિધાથી બચવા માટે આનંદ વિહાર, ડીએનડી, ભોપરા અને લોની બોર્ડરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

જ્યારે સિંધૂ, ઔચંદી, પિયાઉ મનિયારી, સબૌલી અને મંગેશ બોર્ડરથી જતા યાત્રીઓને લામપુર સાફિયાબાદ, પલ્લા અને સિંધૂ સ્કૂલ ટોલ ટેક્સ બોર્ડરથી જવાની દિલ્હી ટ્રાફિક પોલીસે સલાહ આપી છે. દિલ્હી ટ્રાફિક મુજબ મુકરબા અને જીટીકેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આની સાથે જ બાહરી રિંગ રોડ, જીટીકે રોડ અને NH-44ના રસ્તેથી બચવાની સલાહ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X