પ્રાઈવેટ પાર્ટમાં મરચુ નાખ્યુ, ફેવિક્વિકથી ચિપકાવી દીધા હોઠ, યુવતીને બંધક બનાવી નરાધમે પાર કરી હેવાનિયત
Guna, Madhya Pradesh News: મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક યુવકે તેની પ્રેમિકા પ્રત્યે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી અયાન પઠાણે યુવતીને બંધક બનાવીને તેની નિર્દયતાથી મારપીટ કરી એટલું જ નહીં, તેના પ્રાઈવેટ પાર્ટની સાથે તેના મોઢામાં લાલ મરચાનો પાવડર પણ નાખ્યો. આટલું જ નહીં તેણે ફેવીક્વિકથી યુવતીના હોઠ ચિપકાવી દીધા હતા.
પીડિતા અર્ધબેભાન હાલતમાં જિલ્લા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમાનવીયતાનો ભોગ બનેલી યુવતીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હૉસ્પિટલમાં બેભાન હાલતમાં પડેલી પીડિતા ડરી ગઈ છે. યુવતીના પિતાનું અવસાન થયું છે. આ એક પૈતૃક ઘર છે જેની રજિસ્ટ્રી માતાના નામે છે.

માહિતી અનુસાર, આરોપી અયાન તેનો પાડોશી છે. અયાન પઠાણની નજર પીડિતાના પૈતૃક નિવાસસ્થાન પર હતી. અયાન ઈચ્છતો હતો કે છોકરી તેનું ઘર અયાનના નામે રજીસ્ટર કરાવે. જ્યારે યુવતીએ આનો વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. આંખોમાં મરચાંનો પાવડર નાખ્યો. યુવતી અને અયાન ઘણા સમયથી સંપર્કમાં હતા.
આ ઘટનાએ તૂલ પકડતા પોલીસે આરોપી અયાન પઠાણની ધરપકડ કરી હતી. યુવતીના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. યુવતી અને યુવક બંને છેલ્લા 2 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને વચ્ચે તેમના સંબંધોને લઈને પણ મતભેદ હતા.
એએસપી માનસિંહ ઠાકુરની માહિતી અનુસાર આરોપીના ઘરેથી ગેરકાયદેસર દારૂ પણ મળી આવ્યો છે. આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. સાથે જ પીડિત યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જ્યારે પોલીસે આ ગંભીર બાબતની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે આરોપી યુવક અને પીડિતા લાંબા સમયથી એકબીજા સાથે સંબંધમાં હતા. અયાને છોકરીને ખૂબ માર માર્યો હતો. ઘાયલ યુવતીને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
