For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

45 સૈનિકોના મોત બાદ ચીને પૈંગોંગ સરોવરથી પીછેહઠ શરૂ કરી

45 સૈનિકોના મોત બાદ ચીને પૈંગોંગ સરોવરથી પીછેહઠ શરૂ કરી

|
Google Oneindia Gujarati News

ચીને કહ્યું કે ભારત અને ચીનની સેનાએ બુધવારે પૈંગોંગ સરોવરથી ઉત્તરી અને દક્ષિણી કિનારેથી પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. જો કે ભારતે અત્યાર સુધી આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું. રશિયન ન્યૂઝ એજન્સી TASS મુજબ મે 2020 બાદ ચીની અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં ઓછામા ઓછા 20 ભારતીય અને 45 ચીની સૈનિકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના બાદ ભારત અને ચીને આ ક્ષેત્રોમાં લગભગ 50 હજાર સૈનિકોની તહેનાતી વધારી દીધી હતી.

9મા તબક્કાીન વાતચીત બાદ સહમતી બની

9મા તબક્કાીન વાતચીત બાદ સહમતી બની

ચીની રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ દાવો કર્યો કે ભારત અને ચીન વચ્ચે કમાંડર સ્તરની નવમા તબક્કાની વાર્તમાં બનેલી સહમતી બાદ આ પગલું ઉઠાવ્યું છે. 16 કલાક લાંબી ચાલેલી નવમા તબક્કાની વાર્તા બાદ બંને દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે વાસ્તવિક નિયંત્ર રેખા પાસે વિવાદિત સીમાવરતી ક્ષેત્રોમાં તહેનાત સૈનિકોને તરત પાછળ હટવા પર જોર આપવા માટે સહમત થયા છીએ। બંને દેશોની સેનાઓની વાતચીતે પહેલી વાર આટલું સકારાત્મક વલણ દેખાડ્યું છે. ચીન તરફથી કહેવામાં આવ્યું કે બંને પક્ષ સીમા પર તહેનાત સૈનિકો તરફથી સંયમ બનાવી રાખવાની કોશિશ યથાવત રાખવાની વાત પર સમહત થયા છે, જેથી એલએસી પર સ્થિતિને સ્થિર અને નિયંત્રણમાં રાખી શકાય.

સતત બની રહ્યો છે ગતિરોધ

સતત બની રહ્યો છે ગતિરોધ

નોંધનીય છે કે પાછલા વર્ષે મે મહિનાથી ભારતીય સેના અને ચીની સેના લદ્દાખમાં પૈંગોંગ લેક પાસે અને તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં એલએસી પાસે આમને સામને છે. બંને સેનાઓ વચ્ચે ગતિરોધ બનેલો છે. સેનાઓ વચ્ચે હિંસક અથડામણો પણ જોવા મળી છે. જેમાંથી એક મોટી અથડામણ 15-16 જૂનની રાતે પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં જોવા મળી હતી, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. આ અથડામણમાં 40થી વધુ ચીની સૈનિકો પણ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

શું વાતચીતથી વાત બની શકે?

શું વાતચીતથી વાત બની શકે?

જુલાઈમાં લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને પક્ષો વચ્ચે ટકરાવ થયો હતો, પરંતુ પૈંગોંગ સરોવર અને પીપી 17એ વિસ્તારમાં મહત્વપૂર્ણ કેન્દ્રો પર ટકરાવ ચાલુ છે. ઓગસ્ટમાં ભારતીય સૈનિકોએ એલએસી સાથે ચુશુલ સેક્ટરમાં કેટલીય સામરિક ઉંચાઈઓ પર પોતાની પહોંચ સ્થાપિત કરી લીધી હતી. જો કે બંને દેશો વચ્ચે ગતિરોધ સમાપ્ત કરવા માટે રાજનાયક અને સૈન્ય સ્તરો પર કેટલાય તબક્કાની વાતચીત ચાલુ રહી. 24 જાન્યુઆરીએ કોર કમાંડર સ્તરની નવમા તબક્કાની બેઠક આયોજિત કરાઈ. આ દરમ્યાન સેનાએ પાછળ હટવાનો નિર્ણય લઈ લીધો.

આ પણ વાંચો-ભારત - ચીન સીમા વિવાદ પર બોલ્યુ અમેરિકા, કહ્યું- અમે દરેક હાલમાં અમારા મિત્ર સાથે

English summary
china claims Chinese troops started disengagement in ladakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X