For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને ભારતીય જવાનોને પકડ્યા બાદ છોડી દીધા, બંને દેશ વચ્ચે તણાવ વધ્યો

ચીને ભારતીય જવાનોને પકડ્યા બાદ છોડી દીધા, બંને દેશ વચ્ચે તણાવ વધ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખમાં તણાવની સ્થિતિ પેદા થઈ. હાલમાં જ બંને દેશ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. આ દરમિયાન ભારતીય જવાનોની ચીની જવાનોએ ધરપકડ કરી હતી. પરંતુ બાદમાં તેમને છોડી મૂક્યા હતા. ભારતીય પેટ્રોલિંગ ટીમ આ અઠવાડિયાના શરૂઆતમાં પૈગોંગમાં ભારતીય અને ચીની સેના વચ્ચે માપીટીટના હાલાત બની ગયા હતા. જેને લઈ એલએસી પર તણાવની સ્થિતિ બની ગઈ હતી.

indian army

આ વિવાદને લઈ એક લાંબી સંચાર શ્રૃંખલા છે જે પીએમ કાર્યાલય સુધી પહોંચી ગઈ છે. તેમાં આ સિલસિલામાં ભારતીય એજન્સીઓએ સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે. પીએમઓને મકલેલ આ રિપોર્ટમાં લખ્યું છે કે જે પેટ્રોલ પાર્ટીને ડિટેન કરવામાં આવી હતી તેમાં સેના અને આઈટીબીપીના જવાન સામેલ હતા. વિવાદ વધી ગયા બાદ બંને પક્ષોના કમાંડરોની એક બેઠક સીમા બોલાવવામાં આવી અને પછી સ્થિતિને શાંત કરવામાં આવી.

એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે પાછલા બુધવારે સ્થિતિ બહુ અસ્થિર થઈ ગઈ જ્યારે ભારતીય જવાનો અને ચીની જવાનો વચ્ચે મારપીટ થયા બાદ આપણા કેટલાક જવાનોની ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા. તેમના મુજબ આઈટીબીપીના જવાનો સાથે માપીટ કરી તેમના હથિયાર પણ છીનવી લીધાં હતાં. તેમણે કહ્યું, "પરંતુ આખરે હથિયાર પણ પાછા આપી દીધા. આપણા જવાનો પણ પાછા આવી ગયા."

રાયસીના હિલ્સને મોકલેલ કેટલાક રિપોર્ટ મુજબ ચીની ભારતીય ક્ષેત્રની અંદર સારી રીતે આવવામાં સફળ રહ્યા હતા અને મોટર નૌકાઓ સાથે આક્રમક પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે. ઘટનાઓના અનુક્રમ વિશે વરિષ્ઠ સ્તરે એક અધિકારી કહે છે કે આ એક મોટા પાયા પર નિર્માણ હતું, પરંતુ હવે ચીજ થોડી ઘટી છે, રંતુ હજી સુધી ખતમ નથી થઈ. તેમના મુજબ હવે બંને પક્ષોની ઉપસ્થિતિ બરાબર છે. તેઓ આગળ ખુલાસ કરે છે કે ચીને ગૈલ્વાન સાથે ત્રણ અલગ અલગ સ્થળો પર ટેંટ ઉભા કર્યા છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિકાસશીલ સ્થિતિઓની દૈનિક સમીક્ષા કરી રહ્યા છે. આવા પ્રકારની સમીક્ષા બાદ તે ક્ષેત્રમાં સ્થાપિત સુરક્ષાને મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ ભારતે પણ ગાલવાન ક્ષેત્રમાં પતાના સૈનિકોને મજબૂત કર્યા છે.

સૂત્રો જણાવે છે કે ભારત અને ચીન બંનેએ પાછલા એક અઠવાડિયામાં વધારાના સૈનિકોને તહેનાત કર્યા છે અને પૂર્વી લદ્દાખમાં ત્રણ ક્ષેત્રોમાં એલએસી સાથે કેટલાક ભાગોમાં કિલેબંધી અને ચબૂતરાનું નિર્માણ પણ કર્યું છે જેમાં પૈંગોંગ ત્સો, ડેમોકોક અને ગૈલવાન ઘાટી ક્ષેત્ર સામેલ છે.

ભારતીય દળોએ પીએમઓને સૂચના આફી છે કે ચીની હેલિકોપ્ટર આ મહિનાની શરૂઆતમાં પૂર્વી લદ્દાખમાં વિવાદિત ક્ષે્રમાં દેખાણા હતા. ચીન અને ભારત વચ્ચે ત્યારથી જ ટકરાવ શરૂ થઈ ગય હતો જ્યારે ચીને ભારત દ્વારા ગલવાન ક્ષેત્રમાં એક રોડ અને પુલના નિર્માણમાં પોતાની નારાજગી વ્યક્ત કરી.

આ પણ વાંચો

English summary
china detaine indian soldiers and then released, face off between both country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X