ટ્રેન થઈ કેન્સલ, મુંબઈની ફૂટપાથ સૂવા માટે મજબૂર બન્યા સેંકડો મજૂર
મુંબઈના વડાલા પોલિસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સેંકડો મજૂરો જમા થયા છે.
મુંબઈના વડાલા પોલિસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સેંકડો મજૂરો જમા થયા છે. આ લોકો દિવસે પણ અહીં બેસી રહે છે અને રાતે પણ ફૂટપાથ પર જ સૂઈ જાય છે. મજૂરોનુ કહેવુ છે કે સ્પેશિયલ ટ્રેન તેમના શહેર જવાની વાત કહેવામાં આવી હતી ત્યારબાદ તે અહીં આવી ગયા. અહીં આવવા પર કહેવામાં આવ્યુ કે ટ્રેન કેન્સલ થઈ ગઈ છે. ત્યારબાદથી તે અહીં બેઠા છે.

હવે ભાડાના રૂમ પર પાછા ગયા તો તેને પૈસા ક્યાંથી આપીએ
આ મજૂરોનુ કહેવુ છે કે જ્યારે તેમને સ્પેશિયલ ટ્રેન વિશે જાણવા મળ્યુ તો તે પોતાનો સામાન સમેટીને સ્ટેશને આવી ગયા. અહીં આવવા પર કહેવામાં આવ્યુ કે કોઈ ટ્રેન નથી, રેલગાડી રદ થઈ ગઈ છે. એટલે પાછા જાવ. આ લોકોનુ કહેવુ છે કે કામકાજ નથી, જે રૂમમાં રહેતા હતા તેમાં પાછા જઈએ તો ભાડુ ક્યાંથી આપીએ.

મહિલાઓ બાળકો રસ્તા પર રહેવા મજબૂર
એનડીટીવીના રિપોર્ટ મુજબ આ લોકોમાં મહિલાઓ અને બાળકો પણ છે. તેમનુ કહેવુ છે કે જે રીતે તે રસ્તા પર તે બેઠા છે તે કોઈ અજૂબાથી કમ નથી પરંતુ મકાન માલિક ભાડુ માંગે છે, તેનુ શું કરીએ. તેમનુ કહેવુ છે કે ગામ પાછા જઈએ કે નહિ પરંતુ ભાડાના મકાનમાં હવે નહિ જઈએ. ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની સંખ્યા આ લોકોમાં વધુ છે. તેમનુ કહેવુ છે કે પોલિસ કંઈક કહે છે અને સમાચારોમાં બીજુ કંઈક આવે છે. ક્યારેક કહેવામાં આવે છે કે રેલગાડીથી વ્યવસ્થા થઈ રહી છે તો ક્યારેક કહે છે કે અહીં રહો.

મોટા શહેરોમાં ફસાયા છે લાખો મજૂર
તમને જણાવી દઈએ કે દેશમાં સરકારના અચાનક લૉકડાઉન કરી દેવા અને પરિવહનની તમામ સુવિધાઓ બંધ થઈ જવાના કારણે મોટા શહેરોમાં લાખો લોકો ફસાયેલા છે. ખાસ કરીને મજૂર આનાથી વધુ પ્રભાવિત છે. મુંબઈ, સુરત, દિલ્લી જેવી જગ્યાઓએ લોકો પગપાળા જ સેંકડો મીલ ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા છે. વળી, ઘણી જગ્યાએ હંગામા પણ થઈ ચૂક્યા છે. સરકાર તરફથી મજૂરો માટે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે પરંતુ તે પૂરતી ન હોય તેવુ લાગી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
