• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM મોદી સહિત દેશના 10,000 લોકોની જાસૂસી કરી રહ્યુ છે ચીન! જાણો કેવી રીતે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકામાં જાસૂસીના મોટા આરોપોનો સામનો કરી રહેલ ચીન, ભારતમાં પણ પોતાના મનસૂબાને પૂરુ કરવામાં લાગ્યુ છે. ઇંગ્લિશ વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ચીન અત્યારે દેશના 10,000 હાઈ પ્રોફાઈલ લોકો અને સંગઠનો પર નજર રાખી રહ્યુ છે. જે લોકો પર ચીનની નજર છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવત, ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા બોબડેથી લઈને વિપક્ષના પણ ઘણા નેતા શામેલ છે.

15 પૂર્વ સેના પ્રમુખોની પણ જાસૂસી

15 પૂર્વ સેના પ્રમુખોની પણ જાસૂસી

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં પણ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી કંપની હેઠળ લોકોની જાસૂસીમાં લાગી છે જેનુ નામ ઑસ્ટ્રેલિયામાં લેવામાં આવ્યુ છે. ચીની કંપની ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેકનોલૉજી કંપની તરફથી પીએમ, રાષ્ટ્રપતિ અને સીડીએસ ઉપરાંત કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પરિવાર, મુખ્યમંત્રી મમતા બેનર્જી, અશોક ગહેલોત અને અમરિંદર સિંહ, ઉદ્ધવ ઠાકરે, નવીન પટનાયક અને શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, રવિ શંકર પ્રસાદ, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની અને પિયુષ ગોયલ ઉપરાંત સેના, વાયુસેના અને નૌકાદળના 15 રિટાયર્ડ પ્રમુખો ઉપરાંત ઉદ્યમી નિપુન મહેરા(ભારત પેના ફાઉન્ડર), ઑથ બ્રિજના અજય ત્રેહનથી લઈને ટૉપ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ જેવા કે રતન ટાટા અને ગૌતમ અદાણી પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કમ્યુનિસ્ટ પાર્ટીના પણ અમુક સભ્યો પર ચીનની નજર છે.

ચીની મિલિટ્રી સાથે કરે છે કામ

ચીની મિલિટ્રી સાથે કરે છે કામ

આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે પૂર્વ લદ્દાખમાં મે મહિનાથી ચીન સાથે ટકરાવ ચાલુ છે. ઝેનહુઆ વિશે કહેવામાં આવે છે કે તે ચીનની ઈન્ટેલીજન્સ એજન્સી, મિલિટ્રી અને સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરે છે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ કંપની ઑવરસીઝની ઈન્ફોર્મેશન ડેટાબેઝ(ઓકેઆઈડીબી) સિસ્ટમ હેઠળ આ બધા લોકોની જાસૂસી કરી રહ્યુ છે. આ એક પ્રકારનો ડેટાબેઝ છે જે હેઠળ કંપની એડવાંસ્ડ લેંગ્વેજ, ટાર્ગેટિંગ અને ક્લાસીફિકેશન જેવા ટૂલનો ઉપયોગ ડેટાને એકત્ર કરવામાં કહી રહી છે. આ ડેટાબેઝમાં અમેરિકા, યુકે, જાપાન, ઑસ્ટ્રેલિયા, કેનાડા, જર્મની અને યુએઈ જેવા દેશોની એન્ટ્રીઝ છે. ઝેનહુઆ, ચીનના ગુઆનદોંગ પ્રાંતના શેનજાન સિટીમાં બેઝ્ડ છે કે જે દક્ષિણ-પૂર્વ ચીનમાં છે.

વિયેતનામના પ્રોફેસર દ્વારા ષડયંત્ર

વિયેતનામના પ્રોફેસર દ્વારા ષડયંત્ર

ઝેનહુઆ વિયેતનામમાં એક પ્રોફેસર ક્રિસ્ટોફર બાલ્ડિંગ દ્વારા કમને અંજામ આપી રહ્યુ છે. પ્રોફેસર ક્રિસ્ટોફર, શેનજાનમાં ભણાવી ચૂક્યા છે. જે સોર્સ દ્વારા ઈન્ડિયન એક્સપ્રેસે માહિતી એકઠી કરીછે તેણે ઑસ્ટ્રેલિયાના વર્તમાનપત્ર ધ ઑસ્ટ્રેલિયન ફાઈનાન્સિયલ રિવ્યુ, ઈટલીના ઈલ ફોગિલો અને બ્રિટનના ધ ડેલી ટેલીગ્રાફને પણ આ પ્રકારની માહિતીઓ શેર કરી છે. સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે ઝેનહુઆ ડેટાનો હેતુ એવી પ્રક્રિયા હેઠળ નજર રાખવાનો છે જેને હાઈબ્રિડ વૉરફેર નામ આપવામાં આવ્યુ છે. આ હેઠળ એક નૉન-મિલિટ્રી ટૂલનો ઉપયોગ કરીને નુકશાન પહોંચાડવામાં આવે છે. પ્રોપગાન્ડા આ ટૂલનો એક મહત્વનો ભાગ છે.

વર્ષ 2018ની રજિસ્ટર્ડ છે કંપની

વર્ષ 2018ની રજિસ્ટર્ડ છે કંપની

કંપની રેકોર્ડઝ મુજબ ઝેનહુઆ, એપ્રિલ 2018માં રજિસ્ટર્ડ કંપની છે અને દેશભરમાં આના 20 પ્રોસેસિંગ સેન્ટર્સ છે. કંપનીના ક્લાયન્ટ્સમાં ચીની સરકાર અને મિલિટ્રી ખાસ કરીને શામેલ છે. નવ સપ્ટેમ્બરે કંપનીએ પોતાની વેબસાઈટ બંધ કરી દીધી છે અને હવે તેને એક્સેસ કરી શકાતી નથી. જ્યારે અમુક મીડિયાકર્મીઓએ શેનજાન સ્થિત ઝેનહુઆ ડેટાના હેટક્વાર્ટરની મુલાકાત લીધી અને અમુક સવાલોની લિસ્ટ સોંપી તો તેમણે જણાવ્યુ કે સવાલ ટ્રેડ સિક્રેટ્સ સાથે જોડાયેલા છે માટે એના જવાબ આપી શકાય નહિ. વળી, દૂતાવાસનુ કહેવુ છે કે ચીન ક્યારેય પોતાની કંપનીઓને કે પછી કોઈ વ્યક્તિને બીજા દેશોના ડેટા એકત્ર કરવાની મંજૂરી નથી આપતુ.

આજે દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી, IMDએ અલર્ટ જાહેર કર્યુંઆજે દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી, IMDએ અલર્ટ જાહેર કર્યું

English summary
China is spying on President, PM, CDS and moro 10,000 Indian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X