For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને ગલવાન નદી પાસે નિર્માણ કાર્યો તેજ કરી દીધાં, સેટેલાઇટ ઇમેજથી ખુલાસો થયો

ચીને ગલવાન નદી પાસે નિર્માણ કાર્યો તેજ કરી દીધાં, સેટેલાઇટ ઇમેજથી ખુલાસો થયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સીમા વિવાદને લઇ ભારતમાં રોષ વધતો જઇ રહ્યો છે. જણાવી દઇએ કે ગત સોમવારની રાતે ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે થયેલ હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહિદ થઇ ગયા હતા. આ ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે, સીમા પર યુદ્ધ જેવા હાલાત બન્યા છે. આ દરમિયાન એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દૌલત બેગ ઓલ્ડી અને ડેપસાંગ સેક્ટરમાં નવો મોર્ચો ખોલી શકે છે.

ચીની સેનાએ ગતિવિધિ તેજ કરી દીધી

ચીની સેનાએ ગતિવિધિ તેજ કરી દીધી

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ ચીની સેનાએ પૂર્વી લદ્દાખના કેટલાક ભાગોમાં ગતિવિધિ તેજી કરી દીધી છે. ભારત સાથે તણાવ વચ્ચે જૂન મહિનામાં ચીની બેસ પાસે પીએલએના કેમ્પ અને વાહન જોવા મળ્યા, રિપોર્ટ્સ મુજબ ચીન તરફથી આ બેસ કેમ્પ વર્ષ 2016માં બનાવવામાં આવ્યા હતા. હાલમાં જ દૌલત બેગ ઓલ્ડી અને ડેપસાંગ સેક્ટરોની આસપાસ સેટેલાઇટ તસવીરોથી માલૂમ પડ્યું કે ચીને પોતાની નવી શિબિરો બનાવી છે, સાથે જ અહીં વાહનો માટે સડક નિર્માણનું કાર્ય પણ કરવામાં આવ્યું છે. જમીની ટ્રેકિંગ દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે.

આ જગ્યાએ જ હિંસક અથડામણ થઇ હતી

આ જગ્યાએ જ હિંસક અથડામણ થઇ હતી

ભારતે આ વિસ્તારોમાં ચીની સૈનિકોની ગતિવિધિઓનો મે મહિનાના અંત સુધીમાં જ અંદાજો લગાવી લીધો હતો, ત્યારથી ભારતે આ વિસ્તારોમાં પોતાની હાજરી પુષ્ત કરી લીધી હતી. જણાવી દઇએ કે ડેપસાંગ એ વિસ્તાર છે જ્યાં ચીનની સીમાએ 2013માં ઘુસણખોરી કરી હતી. જણાવી દઇએ કે આ એજ ક્ષેત્ર છે જ્યાં સોમવારની રાતે ભારત અને ચીની સૈનિકોમાં હિંસક અથડામણ થઇ હતી. આ ઘટનામાં ભારતના 20 જવાન શહીદ થઇગયા હતા, ચીનના પણ કેટલાય જવાનોના જીવ ગયા હતા પણ ચીની સરકારે તેમની સંખ્યાનો ખુલાસો કરવાનો ઇનકાર કરી દીધો છ.

જોરશોરથી સૈન્ય નિર્માણ કાર્યો થઇ રહ્યા છે

જોરશોરથી સૈન્ય નિર્માણ કાર્યો થઇ રહ્યા છે

એએનઆઇના રિપોર્ટ મુજબ ચીન, ભારત સાથે સીમા વિવાદ પર સૈન્ય સ્તરની વાતચીતની સાથોસાથ એલએસી પર જોરશોરથી સૈનિય નિર્માણ કાર્ય કરી રહ્યું છે. એટલું જ નહિ ચીની સેનાએ ફિંગર ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રમાં નિર્માણ ચાલુ રાખ્યાં છે, જ્યાં તેમણે અધિક સૈન્ય શક્તિ સાથે ખુદને મજબૂત કર્યું છે. સૂત્રો મુજબ ચીની સનાએ આ ક્ષેત્રોમાં 4 મે 2020 પહલા જ નિર્માણ કાર્ય શરૂ કરી દીધું હતું. પૈંગોંગ ત્સો નદીની આસપાસ ચીની સૈનિકોએ મોટા બંકર તૈયાર કર્યા છે અને સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દીધી છે.

કેરળની એક્ટિવિસ્ટ રેહાન ફાતિમાએ નગ્ન થઇ બાળકો પાસે પોતાના શરીર પર પેન્ટિંગ બનાવડાવી, FIR થઇકેરળની એક્ટિવિસ્ટ રેહાન ફાતિમાએ નગ્ન થઇ બાળકો પાસે પોતાના શરીર પર પેન્ટિંગ બનાવડાવી, FIR થઇ

English summary
China speeds up construction near The Gallowan River, satellite image reveals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X