કાશ્મીરમાં પહેલી વાર પ્રદર્શનકારીઓએ લહેરાવ્યા ચીનના ઝંડા

Subscribe to Oneindia News

બ્રિક્સ સંમેલન માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગોવા આવ્યા બાદ તે જ દિવસે સાંજે બારામુલામાં પહેલી વાર ચીનના ઝંડા લહેરાવવામાં આવ્યા. જુમ્માની નમાઝ બાદ બારામુલાની ગલિયોમાં અમુક પ્રદર્શનકારીઓએ ચીન અને પાકિસ્તાનના ઝંડા લહેરાવ્યા હતા.

china flag

તમને જણાવી દઇએ કે બુરહાન વાણીના મોત બાદ ભડકેલી હિંસાના પગલે પ્રદર્શનકારીઓ પાકિસ્તાનના ઝંડા તો અવારનવાર લહેરાવતા હતા, પરંતુ ઘાટીમાં ચીનના ઝંડા લહેરાવ્યા હોય તેવુ પહેલી વાર બન્યુ. આ ઘટના જમ્મૂ-કાશ્મીરના બારામૂલાના જૂના શહેરમાં સ્થિત ઇદગાહ પાસે બની છે. બારામૂલાના નિવાસીએ જણાવ્યું કે ચીનના ઝંડા લહેરાવતા લોકોએ પોતાના ચહેરા પર માસ્ક પહેરી રાખ્યા હતા.

ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓ સૂત્રો પોકારી રહ્યા હતા અને તેમના હાથોમાં ઝંડા હતા તેમાના એક પર ચીન પાસેથી મદદ માંગવાનું સૂત્ર પણ લખવામાં આવ્યુ હતુ. લોકોના જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓની સંખ્યા 4-5 હતી. જ્યારે પ્રદર્શનકારીઓએ તે સમયે ડ્યૂટી પર તૈનાત એક પોલિસકર્મી પર પત્થર વડે હુમલો શરુ કરી દીધો ત્યારે તેને ભગાવવા માટે પોલિસે અશ્રુ ગેસના સેલ છોડ્યા હતા.

English summary
Chinese flags waved in Kashmir Valley for the first time
Please Wait while comments are loading...